Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ઉર્જા જરૂરીયાતને પહોંચી વળવા પરમાણુ ઉર્જા એકમાત્ર ઉપાય

મોરબીમાં પરમાણુ સહેલી ડો. નીલમ ગોયેલની પત્રકાર પરીષદ

મોરબી, તા.૯: ભારત જેવા વિશાળ દેશમાં ઉર્જા જરૂરીયાતને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જાનો પર્યાપ્ત સ્ત્રોત ઉપલબ્ધ હોવા છતાં તે દિશામાં સાર્થક પ્રયાસો કરાયા નથી અને હવે કોલસો તેમજ પેટ્રોલ ડીઝલનો મર્યાદિત જથ્થો આગામી વર્ષોમાં પૂર્ણ થઇ જશે ત્યારે પરમાણુ ઉર્જા ભારત દેશમાં વિકલ્પ બની સકે છે જે મામલે આજે પરમાણુ સહેલીનું બિરૂદ પામેલ ડો. નીલમ ગોયલની પત્રકાર પરિષદ યોજાઈ હતી.

એટમિક એનર્જી પર ડોકટરેટ કરીને પરમાણુ સહેલીનું બિરુદ મેળવનાર ડો. નીલમ ગોયલ એટમિક પાવર ઈવોલ્યુશન અવેરનેસ ફાઉન્ડેશન સંસ્થામાં પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે અને એટમિક પાવર અંગે દેશભરમાં જાગૃતિ લાવવા અને એટમિક એનર્જીથી દેશને સંપન્ન બનાવવાની દિશામાં કાર્યરત છે જેમાં હાલ તેઓ ગુજરાત અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં એટમિક એનર્જી માટે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે જેમાં  ડો. નીલમ ગોયલ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવ્યું હતું દેશમાં ઉર્જાક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા અને મોરબી જેવા ઓદ્યોગિક વિસ્તારમાં ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા માટે એટમિક એનર્જી કેવી કારગત નીવડી સકે છે સસ્તી ઉર્જા જે ભવિષ્યનો વિકલ્પ બની શકે છે આગામી દિવસોમાં કોલસો, પેટ્રોલનો જથ્થો ખૂટી જશે ત્યારે પરમાણુ ઉર્જા તેનો વિકલ્પ બની સકે છે તે દિશામાં લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

(10:04 am IST)