Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ધારી પાસેના વીરપુર (ગઢિયા) ગામે પ્રાણ-પ્રતિષ્ઠા પ્રસંગે ૨૫ કુંડી શ્રી મહાવિષ્ણુયાગ અરણી કાષ્ટના મંથનથી અગ્નિદેવનું પ્રાગટ્ય કરાયું

અમરેલી :  અમરેલી જીલ્લાના વીરપુર (ગઢિયા) ગામે તૈયાર થયેલ બાઈઓ અને ભાઈઓ માટેના અલગ અલગ શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં પ્રાણ-પ્રતિષ્ઠા પૂર્વે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે ૨૫ કુંડી શ્રી મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાચીન કાળમાં ઋષિમુનીઓ અરણી નામના વૃક્ષના લાકડાંના પરસ્પર દ્યર્ષણથી યજ્ઞ માટે અગ્નિદેવનું પ્રાગટ્ય કરતા હતા. એ રીતે પુરાણી સ્વામીના માર્ગદર્શનમાં અરણી કાષ્ટના મંથન-દ્યર્ષણથી અગ્નીદેવનું પ્રાગટ્ય કર્યા બાદ યજ્ઞ શાળાને પ્રદક્ષિણા કરી વિધિવત ૨૫ યજ્ઞ કુંડોમાં અગ્નિ સ્થાપન કરવામાં આવ્યું હતું. મહોત્સવના યજમાનો અને અન્ય ભાવિક ભકતજનોએ વેદિક અને શાસ્ત્રીય મંત્રોચ્ચાર સાથે અગ્નિનારાયણને આહુતિઓ આપી હતી.

(4:14 pm IST)