Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

સાવરકુંડલા તાલુકામાં પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે ચર્ચા વિચારણા

સાવરકુંડલા તા. ૯ : તાલુકામાં ગામેગામ પીવાના પાણીની તીવ્ર મુશ્કેલી પ્રવર્તી રહી છે. પીવાના પાણીને લગતા અનેક પ્રશ્નો છે, જે બાબતે દિપકભાઇ માલાણીએ માર્કેટીંગ યાર્ડમાં તાલુકાભરના સક્રિય આગેવાનો, પદાધિકારીઓ, સરપંચોની મીટીંગ બોલાવી હતી. મીટીંગમાં પાણીના પ્રશ્ને ચર્ચા અને જરૂરી રજૂઆત કરવા માટે વિગતવાર ચર્ચા થયેલ અને ગામેગામથી આવેલ સરપંચશ્રીઓ, આગેવાનોએ પોતપોતાના ગામની પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે જરૂરી માંગણીઓ અને સુચનો કર્યા હતા.

રજૂઆતોની ગામવાઇઝ નોંધ લઇ જિલ્લા કલેકટરશ્રીને વિગતવાર રજૂઆતો કરવાનો નિર્ણય થતા શ્રી દિપકભાઇ માલાણીએ કલેકટરશ્રી અમરેલીને દરેક ગામના પ્રશ્નો બાબતે અલગથી વિગતવાર રજૂઆતો કરતા પત્ર આપેલ છે.

આ મીટીંગમાં તા.પં. ઉપપ્રમુખ રાઘવભાઇ સાવલીયા, જી.પં.સદસ્ય ભરતભાઇ ગીડા અને લાલભાઇ મોર, તા.પં. કારોબારી ચેરમેન ભરતભાઇ સાટીયા, તા.પં.સદસ્યશ્રીઓ દુલાભાઇ ઉકાણી, ભનુભાઇ રાદડીયા, દિલીપભાઇ રવૈયા, પરબતભાઇ કોઠીયા તથા પીેઢ આગેવાનો જશુભાઇ ખુમાણ, દુર્લભાઇ કોઠીયા, ગુલાબસિંહ જાડેજા, દાનુભાઇ ખુમાણ, દાદાજાનભાઇ બુખારી, યાકુબભાઇ રસભર્યા, નટુભાઇ દેસાઇ, ભીખુદાદા થોરડીવાળા, રમેશભાઇ શેલડીયા, અબ્દુલભાઇ દલ, રામજીભાઇ ધડુક, નાથાભાઇ ભરવાડ, બાબુલાલ કુબાવત, સંઘના ડાયરેકટર મનસુખભાઇ દેસાઇ, ધીરૂભાઇ બુહા - પૂર્વ સરપંચ, નાથુભાઇ ખાલપર, યુવા અગ્રણી મહેશભાઇ ચોડવડીયા અને ધનસુખભાઇ કોઠીયા, વાસુરભાઇ ભમર પૂર્વ સરપંચ ભોકરવા તથા જૂદી જૂદી ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઇ ખુમાણ - મોટાભમોદ્રા, ચેતનભાઇ માલાણી - ખડસલી, પ્રવિણભાઇ રાદડીયા - લીખાળા, શિવરાજભાઇ મૈત્રા - પીયાવા, બાબુભાઇ માલાણી - આંબરડી, શિવરાજભાઇ - હાથસણી, ભનુભાઇ પાઘડાળ - સાકરપરા, મહેશભાઇ ખુમાણ - સેંજળ, દાદભાઇ પટગીર - આદસંગ, અરશીભાઇ શ્યોરા - ભેકરા, યોગેશભાઇ - ધાર, રમેશભાઇ વાઢેર - બગોયા, ભનુભાઇ મોર - ખોડીયાણા, મહેશભાઇ લાખાણી - મેકડા, જયંતીભાઇ મકવાણા ફીફાદ, હર્ષદભાઇ મુંજપરા - કૃષ્ણગઢ, આશુબેન ખોખર - વિજપડી, કાળુભાઇ પટગીર - મેરીયાણા ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)