Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ભાવનગરમાં કોરોના બેકાબૂ : નવા 101 પોઝિટિવ કેસ અને એકનું મોત : વધુ 52 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

શહેરમાં 69 કેસ અને ગ્રામ્યમાં 32 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 7618 થઇ : 6820 લોકોએ કોરોનાને હરાવ્યો : હાલમાં 675 દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરમાં આજે પણ કોરોનાથી એકનું મોત અને નવા 101 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 52 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 આજે ભાવનગર શહેરમાં  69  કેસ અને  ગ્રામ્યમાં  32 કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7618 થઇ છે જયારે અત્યાર સુધીમાં  6820 લોકોએ કોરોનાને હરાવ્યો છે જિલ્લા કુલ  મૃત્યુઆંક 76 થયો છે , હાલમાં 675 દર્દીઓ સારવાર હેઠળ  છે

 

(8:26 pm IST)