Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોના મહામારીને કારણે ઓસમ ડુંગરે ચૈત્રી નવરાત્રીના ધાર્મિક કાર્યક્રમો મોકૂફ

માત્રી માતાજીના મંદિરે ભોજન, પ્રસાદ સદંતર બંધ

રાજકોટ :જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઐતિહાસિક ઓસમ પર્વત પર જયાં આદ્યશક્તિ માત્રી માતાજી, ભીમનાથ મહાદેવ તેમજ ટપકેશ્ર્વર મહાદેવ સહિત અન્ય ધાર્મિક સ્થળો આવેલા છે. ઉપરોકત ધાર્મિક સ્થળે પધારતા યાત્રિકો, દર્શનાર્થીઓ, સેવકો, ભકતોને ખાસ વિનંતી કે દર વર્ષની જેમ તા.13-4-2021થી 21-4-2021 સુધી ચૈત્રી નવરાત્રી દરમ્યાન હોમાત્મક યજ્ઞ, રાસ ગરબા જેવા ધાર્મિક કાર્યનું આયોજન કરવામાં આવે છે પરંતુ હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે સદંતર બંધ રાખેલ છે. તેમજ તા. 9-4-2021થી તા.27-4-2021 સુધી માત્રી માતાજીના મંદિરે આવતા યાત્રિકો, સેવકો, ભકતો અને પર્યટકોએ ખાસ નોંધ લઇ હાલના કોરોના મહામારીના સમયને ધ્યાનમાં લઇ માત્રી માતાજીના મંદિરે ભોજન, પ્રસાદ સદંતર બંધ રાખેલ છે. તથા માત્રી માતાજીના મંદિરે દર્શનાર્થે પધારતા યાત્રીકો, સેવકો, ભકતો અને પર્યટકોને ખાસ જણાવવાનું કે માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સ રાખવું અને આ મહામારીથી સાવચેત રહી બીજાને પણ સલામતી રહે તે રીતે દર્શનાર્થે આવવા અપીલ કરાઇ છે.

(2:02 pm IST)