Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાષ્ટ્રપિતાને પુણ્યતિથિએ અભૂતપૂર્વ અંજલી

જામનગરના કલાકારો વિશ્વ કક્ષામાં ઝળકયા

શહેરના પ્રિદર્શ ડાન્સ કલાસીસની બાળાઓનું ગૌરવપૂર્ણ પ્રદર્શન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૯ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને વર્ષ ૨૦૨૧માં તેમની પુણ્યતિથિએ તેઓના અતિપ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ..' તેમજ 'રઘુપતિ રાઘવ રાજારામ' દ્વારા ભાવાંજલિ અર્પવાનો અભૂતપૂર્વ વર્ચ્યુઅલ કાર્યક્રમ રંગસાગર પર્ફોન્મીંગ આર્ટસના નેજા હેઠળ આયોજીત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં એક સાથે બે હજારથી વધુ સંખ્યામાં ગાયન-વાદન અને નૃત્ય કલાકારોએ પ્રસ્તુત કરીને વિક્રમ સ્થાપિત કર્યો છે. આ માટે જામનગરના પ્રિદર્શ ડાન્સ કલાસના ડાન્સ કલાસના સંચાલીકા શ્રીમતિ વિભાબેન રામભાઇ ભાયાણીના માર્ગદર્શન હેઠળ કલાકારો કવિતા સોજીત્રા, કૃપા પનારા, રાધીકાબા જાડેજા, હેતલ પરમાર, સ્નેહા રાવલ, દેવાંગી પાંભર અને અનુ પાંભર પણ જોડાયા હતા. તેઓનો આ કાર્યક્રમ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના એવોર્ડ માટે માન્ય કરવામાં આવતા આ માટેનું પ્રમાણપત્ર અને એવોર્ડ જામનગરના કોર્પોરેટર શ્રીમતિ ડિમ્પલબેન રાવલના હસ્તે શ્રીમતિ વિભાબેન ભાયાણીને એનાયત કરવામાં આવ્યા હતા.

(12:58 pm IST)