Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

વેસ્ટર્ન રેલ્વે બે વીકલી સ્પેશ્યલ ટ્રેનો આ મહિનામાં શરૂ કરશેઃ ગાંધીધામ-નાગરકોઇલ અને રાજકોટ-કોઇમ્બતુર

અમદાવાદ તા. ૯ : વેર્સ્ટન રેલ્વે દ્વારા ગાંધીધામ-નારગકોઇલ અને રાજકોટ કોઇમ્બતુર વચ્ચે સ્પેશયલ ટ્રેન દોડાવાશે, અમદાવાદ ડીવીઝનના ડીવીઝનલ મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર ૦૬૩૩પ ગાંધીધામ-નાગરકોઇલ વીકલી ટ્રેન દર શુક્રવારે ગાંધીધામથી સવારે ૧૦-૪પ વાગ્યે ઉપડશે, અને રવિવારે સવારે ૬-૩૦ વાગ્યે નાગરકોઇલ પહોંચશે, આ ટ્રેન ૩૦ એપ્રિલથી શરૂ કરાશે જયારે ટ્રેન નંબર ૦૬૩૩૬ નાગરકોઇલ-ગાંધીધામ ટ્રેન દર મંગળવારે બપોરે ર-૪પ વાગ્યે ઉપડી અને ગુરૂવારે બપોરે ૧ર-૦૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે, આ ટ્રેન ર૭ એપ્રિલથી શરૂ થશે.

બન્ને તરફ આ ટ્રેન સામખીયાળી-વીરમગામ-અમદાવાદ-નડિયાદ-આણંદ, વડોદરા, અંકલેશ્વર-સુરત-વલસાડ-વાપી બોઇલર-વિગેરે સ્ટેશનો પર ઉભી રહેશે.

આવી જ રીતે ટ્રેન નંબર ૦૬૬૧૩ રાજકોટ-કોઇમ્બતુર વીકલી ટ્રેન દર રવિવારે સવારે પ-૩૦ વાગ્યે ઉપડી અને બીજે દિલ્લી રાત્રે ૪-૩૦ વાગ્યે કોઇમ્બતુર પહોંચશે આ ટ્રેન રપ એપ્રિલથી શરૂ થશે.

જયારે ટ્રેન નંબર ૦૬૬૧૪ કોઇમ્બતુર રાજકોટ-દર શુક્રવારે રાત્રે ૧ર-૧પ વાગ્યે કોઇમ્બતુરથી ઉપડી બીજા દિવસે સાંજે પ-૩૦ વાગ્યે રાજકોટ પહોંચશે, આ ટ્રેન ર૬ એપ્રિલથી શરૂ થશે.

બન્ને બાજુએ આ ટ્રેન સુરેન્દ્રનગર, વિરમગામ-અમદાવાદ-વડોદરા અંકલેશ્વર, સુરત, વસઇ રોડ, સલેમ, ઇરોડ, તિરૂપુર, પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ર-ટાયર એસી., થ્રી-ટાયર એસી., સ્લીપર કોચ, અને સેકન્ડ કલાસ સીટીંગ કોચ રહેશે ઉપરોકત બન્ને ટ્રેનોનું બૂકીંગ ૧૩ એપ્રિલથી ઓનલાઇન આઇઆરસીટીસી વેબસાઇટ ઉપર શરૂ થશે.

(12:57 pm IST)