Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાએ કાળોકેર વર્તાવતા વાંકાનેર માર્કેટીંગ યાર્ડ રવિવાર સુધી સજ્જડ બંધ રાખવા નિર્ણંય

ખેડૂતોએ પોતોનો માલ યાર્ડમાં ઉતરાણ માટે નહિ લાવવા અપીલ

વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારીનો કહેર વધ્યો છે. સાથે તાવ, શરદી, ઉધરસના દર્દીઓથી હોસ્પિટલો અને દવાખાનાઓ ઉભરાય રહ્યા છે. ત્યારે વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં પણ ઘઉ સહીતની જણસીની પુષ્કળ આવક હોય બીજી બાજુ શરદી-ઉધરસની બીમારી યાર્ડના સ્ટાફમાં ઓકસ્નરોને પણ થયેલ હોય ઘણા વેપારી અને ખેડૂતો પણ શરદી-ઉધરણ સાથે યાર્ડમાં આવતા હોય આ બીમારી જે કોરોનાના લક્ષણ વાણી હોય અને આના કારણે યાર્ડમાં કોરોનાના દર્દીઓ સંક્રમીત થવાની ભીતી હોય.

ત્યારે અગમચેતીના ભાગરૂપે વાંકાનેર માકેટીંગ યાર્ડના ચેરમેન શકીલભાઇ પીરઝાદા, સેક્રેટરી ચૌધરીભાઇ એ આગામી તા.11 એપ્રિલ સુધી વાંકાનેર યાર્ડ સજજડ બંધ રાખવો નિર્ણય કર્યો છે. અને જયા સુધી બીજી જાહેરાત નો થાય ત્યા સુધી ખેડૂતોએ પોતોનો માલ યાર્ડમાં ઉતરાણ માટે લાવવો નહી તેવી અપીલ કરી છે.

(12:52 pm IST)