Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં ટેન્કર અચાનક ચાલુ થતા ટાયરમાં આવી જતા ડ્રાઇવરનું મોત

મોરબી તા. ૯ : મોરબી નજીક આવેલ સિરામિક ફેકટરીમાં ટેન્કર ડાયરેકટ ચાલુ કરતા ટેન્કર ચાલુ થઇ આગળ ચાલતા ટાયરમાં આવી જતા ટેન્કરના ડ્રાઈવરનું મોત થયું છે.

રવાપર રોડ શકિત ટાઉનશીપમાં રહેતા વિશાલ રમેશભાઈ નાયકપરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ટેન્કર નંબર જીજે ૧૮ એકસ ૮૬૫૧ ના ચાલક વિશાલ વિનુભાઈ અદગામાં રહે જુના ઘૂટું મોરબી વાળો ગત તા. ૬ના રોજ ટેન્કર લઈને ઘૂટું ગામની સીમમાં આવેલ લેન્ઝ સિરામિક કારખાને ગયો હોય અને ટેન્કરનો સેલ્ફ લાગતો ના હોય જેથી ટેન્કર ગીયરમાં રાખી ડાયરેકટ ચાલુ કરે તો આગળ વધશે તેમ ડ્રાઈવર જાણતો હોવા છતાં ટેન્કર ગીયરમાં રાખી ટેન્કર નીચે જઈ ટેન્કર ડાયરેકટ ચાલુ કરતા ટેન્કર એકદમ ચાલુ થઇ જતા ડ્રાઈવર વિશાલ અદગામાં ટેન્કરના ટાયરમાં આવી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજયું છે.

ઘૂ ટું નજીક સોસાયટીમાં બાઇક થાંભલા સાથે અથડાતા આધેડનું મોત

ઘૂટું ગામે હરિઓમ સોસાયટીમાં રહેતા કેતનભાઈ કવૈયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પિતા રાજેશભાઈ પ્રાગજીભાઈ કવૈયા (ઉ.વ.૫૫) બાઈક જીજે ૦૩ સીએચ ૬૫૪૦ લઈને જતા હોય ત્યારે હરિઓમ સોસાયટીમાં શેરીમાં બમ્પ હોય અને બાઈક પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ઇલેકિટ્રક થાંભલા સાથે અથડાયું હતું જે અકસ્માતમાં રાજેશભાઈ પ્રાગજીભાઈ કવૈયાનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બન્ને અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)