Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ધોરાજી ખાતે ખોડલધામ સમીતી દ્વારા કોરોના રસી કરણનો કેમ્પ યોજાયો

ધોરાજીઃ લેઉઆ પટેલ સમાજ ખાતે બે દિવસના રસી કરણ કેમ્પમાં ખોડલધામ સમીતી દ્વારા આ રસીકરણ કેમ્પને ડે.કલેટર જી.વી.ભીમાણીએ ખુલ્લો મુકયો હતો અને ડો. પુનીત વાછાણી અને ખોડલધામ સમીતીના સેવાભાવી યુવાનો હાજર રહી કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી અને લોકોએ સોશ્યલ ડિસ્ટન્ટ અને માસ્ક સાથે કોરોનાની રસી લીધી હતી. બે દિવસ સુધી સવારે ૯ થી ૧ અને સાંજે ૩  થી ૬ દરમ્યાન કોરોનાની રસી અપાશે જેમાં ૪પ વર્ષથી ઉપરના સર્વજ્ઞાતી ભાઇ-બહેનો રસી મુકવા અનુરોધ કરાયો છે અને વધુને વધુ લોકો કોરોનાની રસી મુકવા વિનંતી કરાય છે.

(12:51 pm IST)