Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

જેતપુરમાં કોરોના વેકસીનેશન કેમ્પો યોજાયા

પ૦૦ લોકોએ વેકસીન લીધીઃ મંત્રી જયેશભાઇ ઉપસ્થિત રહ્યા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ :.. વૈશ્વીક મહામારી કોરોનાનો કહેર વધતો જતો હોય તેની સામે રક્ષણ મેળવવા એકમાત્ર વેકસીન ઇલાજ હોય દરેક લોકો વેકસીન લઇ સુરક્ષીત બને તે હેતુથી ઠેરઠેર વેકસીલેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યુ હોય લોકોમાં જાગૃતતા આવતા વેકસીન લેનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

શહેરમાં ગઇકાલે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં જુદી જુદી ૩ જગ્યાએ વેકસીનેશન કેમ્પનું આયોજન બ્લોક હેલ્થ ઓફીસર ડો. કુલદીપ શાપરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમાં ફુલવાડી રોડ પર આવેલ જુની લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા સમાજ દ્વારા કેમ્પનું આયોજન થયેલ. આ કેમ્પમાં વેકસીન લેનારને માસ્ક સતીષભાઇ ભીખપ્રસાદ તેમજ સેનેટાઇઝર ચંદુલાલ વલ્લભભાઇ ગઢીયા, દિપકભાઇ વણઝારા, તરફથી આપવામાં આવેલ. કણકીયા પ્લોટ ખાતે દશા શ્રીમાળી વણીક જ્ઞાતીની વાડી ખાતે જૈન સમાજ દ્વારા તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા શામનાથ મહાદેવ મંદિર દેસાઇ વાડી ખાતે વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

જેને સફળ બનાવવા પાલિકા ઉપપ્રમુખ રાજુભાઇ ઉસદડીયા, સદસ્યા વિજયાબેન બરવાડીયા, પત્રકાર કેતન ઓઝા, વિજયભાઇ ચૌહાણ જહેમત ઉઠાવી હતી.

ત્રણેય કેમ્પ દરમ્યાન કુલ પ૦૦ લોકો વેકસીનનો લાભ લીધેલ.

(12:48 pm IST)