Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ધી કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી.જામનગર દ્વારા આર્થિક અંશદાન

જામનગરઃ સહકારી બેંક ધી કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી.જામનગર સામાજીક ફરજ નીભાવવા હમેંશા અગ્રેસર રહી છે. બેંકને ૫૦મું સુર્વણ જયંતિ વર્ષ ચાલી રહેલ છે. તેના ભાગરૂપે બેંક દ્વારા વિવિધ સંસ્થાઓ અને સરકારી હોસ્પિટલને સાધન સામગ્રી અને સંસ્થાઓને અનુદાન આપી સુર્વણ જયંતિ વર્ષની ઉજવણી કરી રહેલ છે. આ મહામારીમાં શહેરની અગ્રણ્ય જી.જી.હોસ્પિટલના સેવાભાવી ડોકટરશ્રીઓની સલાહ મુજબ સાધન સામગ્રીની જરૂરીયાત જણાવેલ. જે બેંકે સ્વીકારી નીચે મુજબના સાધનો ખરીદ કરી અનુદાનરૂપે જી.જી.હોસ્પિટલને અર્પણ કરેલ. જેમાં કોવીડ-૧૯ વોર્ડમાં ડોકટરશ્રીઓના સાધનો રાખવા માટે રેફ્રીજરેટર ૧૦ નંગ, દર્દીઓ માટે વોટર ડિસ્પેનસર ૩ નંગ, કોવીડ-૧૯ વોર્ડમાં દર્દીઓ માટે બજાજ પેડસ્વલ ફેન-૨૦ નંગ, તથા કોવીડ-૧૯ના દર્દીઓ માટે પલ્સ ઓકસી મીટર નંગ-૪૦ જે તમામ સાધનો બેંક દ્વારા ખરીદ કરી જી.જી.હોસ્પિટલને તા.૬-૪-૨૦૨૧ના અર્પણ કરવામાં આવેલ. જામનગરની જી.જી.હોસ્પિટલ, કોવિડ-૧૯ વોર્ડમાં સાધન સામગ્રી અર્પણ કરવાના પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન કેતનકુમાર માટલીયા, ઇન્ચાર્જ મેનેજીંગ ડાયરેકટરશ્રી મહેશભાઇ બી.રામાણી, સીનીયર ડાયરેકટરશ્રી પ્રવિણભાઇ વી.ચોટાઇ, ડાયરેકટરશ્રી જીતેન્દ્ર એચ.લાલ અને વિજયભાઇ કે.સંઘવી ઉપસ્થિત રહી સાધન સામગ્રી હોસ્પિટલના ડીનશ્રી ડો.નંદીનીબેન દેસાઇ, મા.શ્રી અજયભાઇ તન્ના અને ડો.વસાવડાને અર્પણ કરતાં દ્રષ્ટીગોચર થાય છે.

(12:46 pm IST)