Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ધ્રોલ તાલુકાના લતીપર ગામ ૭ દિવસ બપોર બાદ લોકડાઉન : ગ્રામ પંચાયતનો નિર્ણય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૯: હાલ કોરોનાની બિજો સ્ટ્રેન શરૂ થયો જેને લઈ ને લતીપર ગામ માં કોરોના ના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધે છે.

કોરોના કેસની સંખ્યા ઘટાડો લાવવા માટે લતીપર ગ્રામ પંચાયત દ્વારા તારીખ ૮ /૪/ ૨૦૨૧ થી ૧૫/૪/૨૦૨૧ સુધી લતિપુરા ગ્રામ પંચાયતના દ્વારા લોકડાઉન રહેશે સંપૂર્ણ ગામ સવારથી બપોરના ૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્યારબાદ લોકડાઉન પાલન કરવાનું રહેશે ત્યારબાદ બીજા દિવસે ઉપરોકત રાબેતા મુજબ નિયમ સમયે પાલન કરવાનું રહેશે

(૧)દૂધની ડેરી માટે ઉપરોકત સમય સાંજના ૬ થી ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની રહેશે (૨) મેડિકલ ૨૪ કલાક ખુલ્લું રાખી શકાશે (૩) તમામ વ્યકિતઓનેમાં ફરજીયાત કરવાનું રહેશે તેવુ લતીપર સંપૂર્ણની યાદીમાં જણાવ્યુ છે.

(12:44 pm IST)