Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ખંભાળિયામાં ૪ વાગ્યા બાદ લેવાયેલ સ્વૈચ્છિક બંધના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા.૯:  શહેર અને તાલુકાના વિસ્તારોમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થવાથી સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું જેના અનુસંધાને પ્રાંત અધિકારી ડી.આર ગૂરવ એ ગઈકાલે વેપારી સંગઠનના હોદ્દેદારો સાથે એક મિટિંગ યોજી હતી જેમાં બપોર બાદ ચાર વાગ્યા પછી સ્વેચ્છિક બંધ નો હોદ્દેદારો દ્વારા નિર્ણય કરાયો હતો જોકે ખંભાળિયા શહેરમાં વેપારી સંગઠનના પ્રમુખો દ્વારા નીચેના વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર સ્વેચ્છિક બંધની જાહેરાત કરવામાં આવી હતી જેને કારણે કોઈ ચોક્કસ સ્પષ્ટતાના અભાવે ખંભાળિયા શહેરમાં ચાર રસ્તા, નગર ગેટ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં કેટલાક નાના વેપારીઓ અને નામાંકિત શો રૂમ સહિતના વેપારીઓની દુકાનો ખુલ્લી જોવા મળી હતી જયારે જોધપુર નાકા, રાજોડા રોડ વિસ્તારમાં સ્વેચ્છિક લોકડાઉનની અસર જોવા મળી હતી પરંતુ એકંદરે સંગઠનના હોદ્દેદારોએ નાના વેપારીઓ સાથે યોગ્ય સંગઠન કર્યા વગર સ્વૈચ્છિક બંધ ની જાહેર કરી દેવાતા અસમંજસની સ્થિતી સર્જાઇ હતી જેને કારણે સ્વેચ્છિક લોકડાઉન ને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જોકે મોટાભાગના વેપારીઓ ને ગ્રામ્ય વિસ્તારમાં વેપાર હોવાના કારણે ચાર વાગ્યા સુધીમાં નોંધપાત્ર વેપાર થઈ જાય છે પરંતુ બીજી બાજુ શાકભાજી ,ફ્રૂટ , ખાણીપીણી સહિતના નાના વેપારીઓનો બપોર પછી મોટાભાગનો વેપાર હોય છે જે ૪:૦૦ વાગ્યા પછીનો સ્વૈચ્છિક જાહેરાત કરાતા નાના ધંધાર્થીઓ હાલ કફોળી સ્થિતિ સર્જાઈ છે.

ખરેખર કોરોનાની મહામારીને રોકવા માટેનું સ્વૈચ્છીક લોકડાઉન કરવું જ હોય તો બપોર બે વાગ્યા સુધીમા જ લોકડાઉન કરવો જોઈએ તેઓ એક મત વેપારી એસોસિએશનના હોદ્દેદારોમાં ચર્ચાઓ હતી. પરંતુ કેટલાક વેપારીઓ સહમત ન થતા કે પોતાના સ્વાર્થ જોતા ચાર વાગ્યાનો લોકડાઉનનો વિચિત્ર નિર્ણય લેતા નાના વેપારીઓમાં કચવાટ સાથે રોષની લાગણી જોવા મળી હતી. જોકે કેટલાક નાના ધંધાર્થીઓ ચાર વાગ્યા પછી પોતાનો ધંધો રાબેતા મુજબ ચાલુ રાખ્યો. આમ સ્વૈચ્છિક લોકડાઉનના સમય મર્યાદાના નિર્ણયને લઈને કયાંક વેપારી આલમમાં પણ અંદરખાને કચવાટની લાગણી ચર્ચાતી જોવા મળી હતી.

(12:42 pm IST)
  • આવું આપણા દેશમાં પણ થવું જોઈએ કે નહીં?? : નોર્વે દેશના ના વડાપ્રધાન એર્ના સોલબર્ગને કોવિડ19 પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા અને જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો access_time 6:06 pm IST

  • પાવાગઢ મંદિર બંધ રહેશે : પંચમહાલ જીલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતેનું મહાકાળી મંદિર ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રાળુઓ માટે બંધ રહેર્શે access_time 3:56 pm IST

  • નાગપુરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 4 દર્દીઓના મોત: મોડી રાતે હોસ્પિટલમાં લાગેલી આગ બાદ 27 દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડાયા :આમાંથી 10 દર્દીઓ આઈસીયુમાં પણ હતા. વેલ ટ્રીટ હોસ્પિટલ નાગપુરમાં આગ લાગી access_time 12:58 am IST