Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દર્દીઓને પ્રોપર સારવાર મળી રહે તે માટે તંત્રને સૂચના આપતા સાંસદ

અમરેલી,તા.૯:  બગસરા તાલુકાના હામાપુર ગામે પ૦૦ થી વધુ ગ્રામજનો અચાનક બીમાર પડયાના સમાચાર સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને મળતા સાંસદશ્રીએ તાત્કાલીક હામાપુર ગામના આગેવાનો અને ચુંટાયેલ પ્રતિનિધિઓ સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યા હતો. આ અંગે સાંસદશ્રીએ તાત્કાલીક જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારી સાથે ટેલીફોનીક વાત કરી હામાપુર ગામે તાત્કાલીક ઘર થી ઘર દરેક ગ્રામજનોની પ્રોપર તપાસ કરવા અને તેમને દર્દીઓને તાત્કાલીક યથાયોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા જરૂરી સૂચનાઓ આપેલ હતી.

આ તકે સાંસદશ્રીએ જણાવેલ  છે કે, કોરોના થી કોઈપણ વ્યકિતનું મત્યુ થવું એ તેમના પરીવારજનો માટે ખુબ જ દુઃખદ હોય છે. આવા પરિવારજનો સાથે મારી સહાનુભુતિ છે. જે બનવાનું હતું તે બની ગયેલ છે ત્યારે મતકના પરિવારજનોને નમ્ર વિનંતી છે કે, આ કોરોના મહામારીમાં શકય હોય ત્યાં સુધી રૂબરૂ બેસણું ન રાખવુ કારણ કે, આપણને ખ્યાલ હોતો નથી કે આપણા દુઃખમાં સહભાગી થનાર વ્યકિત સંક્રમિત છે કે નહી. ગામને અને આપણા પરિવારજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે શકય હોય ત્યાં સુધી ટેલીફોનીક બેસણું જ રાખવું જોઈએ તેવું મારૂ મંતવ્ય છે.

હાલ કોરોનાએ પોતાની પેટર્ન બદલેલ છે અને કોરોનાના લક્ષણો પણ બદલાયેલ છે ત્યારે આપણે સૌએ ખુબ જ સતર્ક અને સાવચેત રહેવાની ખાસ જરૂર છે. આ માટે આપણે સૌ બહાર જતી વખતે ફરજીયાત માસ્ક પહેરીએ, વારંવાર હાથ ધોઈએ અને જે લોકોએ હજુ સુધી કોવીડ વેકસીન લીધેલ નથી તેવા બાકી રહેલ લોકો સત્વરે વેકસીનેશનનો લાભ લે જેથી આપણંુ શરીર કોરોના સામે લડવામાં વધુને વધુ સક્ષમ બની શકે.

અમરેલી સંસદીય વિસ્તારના કોઈપણ વ્યકિતને કોરોનાના લક્ષણો જણાય, તે અંગે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોઈ કે સારવારમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો સાંસદ કાર્યાલય (ટેલીફોન નં. ૦ર૭૯રર ર૭૮૭૮ અથવા મો. નં. ૯૪ર૯૪ ૦પ૦૬૦) ઉપર સંપર્ક કરવા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સૌને અપીલ કરેલ છે.

(12:41 pm IST)