Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

અમરેલીના જાળીયામાં વિજ શોકથી ૨૦૦ મણ ઘઉં સળગી ગયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૯: અમરેલી તાલુકાના જાળીયા ગામે રહેતા કેશુભાઇ જીવરાજભાઇ કયાડા ઉવ.૮૦ ની અમરેલી -બગસરા રોડ ઉપર આવેલ ખેતરમાં ઘઉંનું વાવેતર કરેલ હોય જેમાં વીજ પોલમાં શોર્ટ સર્કીટથી ઘઉંમાં આગ લાગી જતા ૨૦૦ મણ જેટલા ઘઉં સળગી જતા નુકસાન થયાનું અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

આપઘાત

વડિયાના મોટી કુંકાવાવમાં પ્રભાબેન ધીરૂભાઇ મોઢવાડીયાની દીકરી આરતીબેન ઉવ.૧૪ રક્ષાબંધનના તહેવાર પર મામા મુન્ના રહે. દલખાણીયા વાળાને રાખડી બાધવા નહીં જવા દેતા પોતાને લાગી આવતા તા. ૨/૮/૨૦ના રાત્રીના પલંગ સાથે સાડી વડે ગળાફાંસો ખાઇ મૃત્યુ પામેલ. જે બનાવની જાણ પોલીસને ન કરી લાશનું પી.એમ. ન કરાવી દફન વિધી કરતા વડિયા પી.એસ.આઇ એ.ડી. સાંબડે માતા પ્રભાબેન ધીરૂભાઇ મોઢવાડીયા, મુકેશ ઉર્ફે મુન્ના બાલા બજાણીયા, વલ્લભ પોપટ મોઢવાડીયા રહે. કુંકાવાવ,સંજય ધનજી ચાવડા રહે. દેરડી રવિ ધીરૂ મકવાણા રહે. કુંકાવાવ વાળા સામે વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

વડિયા તાબાના અમરાપુરમાં રહેતી વિજયબેન ધનજીભાઇ ગેવરીયા ઉવ.૫૯ ને એક વર્ષ પહેલા મારા મારી થયેલ. જે મન દુઃખ રાખી ઘર પાસે આવી અંકિતબાબુ, બાબુ પુના ગેવરીયાએ મારામારી ફોન કરી મૌલીક અશોક ભીમાણી, દર્શીલ જયસુખ ભીમાણી, બાલાહરી ભીમાણી આવીને ઢીકા પાટુનો મારમારી ડેલો તોડી ફોર વ્હીલના કાચ તોડી નુકસાન કર્યાની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:40 pm IST)