Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાની ભયાનકતાથી વાંકાનેર યાર્ડ બંધઃ અજાબમાં સ્વૈચ્છીક લોકડાઉન

મોરબી જીલ્લામાં શની-રવિ સ્વૈચ્છીક બંધ : સોમવારથી પાંચ દિવસ આંશિક બંધઃ કાલે ટંકારામાં ગુજરી બજાર બંધ

રાજકોટ તા. ૯ : કોરોના મહામારીએ હવે રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરતા અનેક જગ્યાએ સ્વેચ્છીક લોકડાઉનની જાહેરાત કરાઇ છે.

જેમાં વાંકાનેર યાર્ડ રવિવાર સુધી બંધ રહેશે. કેશોદ, બજારમાં સ્વૈચ્છીક લોકડાઉન, મોરબી જીલ્લામાં શની-રવિ સ્વૈચ્છીક બંધ અને સોમવારથી પાંચ દિવસ આંશિક બંધ તથા કાલે ટંકારામાં ગુજરી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

વાંકાનેર

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારીનો કહેર વધ્યો છે સાથે તાવ-શરદી-ઉધરસના દર્દીઓથી હોસ્પીટલો અને દવાખાનાઓ ઉભરાય રહ્યા છે.

ત્યારે વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં પણ ઘઉં સહીતની ઝણસીની પુષ્કળ આવક હોય બીજીબ ાજુ શરદી-ઉધરસની બીમારી યાર્ડના સ્ટાફમાં ઓકસ્નરોને પણ થયેલ હોય ઘણા વેપારી અને ખેડુતો પણ શરદી-ઉધરસ સાથે યાર્ડમાં આવતા હોય આ બીમારી જે કોરોનાના લક્ષણ વાળી હોય અને આના કારણે યાર્ડમાં કોરોનાનાં દર્દીઓ સંક્રમીત થવાની ભીતી હોય.

ત્યારે અગમચતીના ભાગ રૂપે વાંકાનેર માર્કેટીંગ યાર્ડના ચેરમેન શકીલભાઇ પીરઝાદા, સેક્રેટરી-ચૌધરીભાઇ એ આગામી તા. ૧૧-૪-ર૦ર૧ સુધી વાંકાનેર યાર્ડ સજજડ બંધ રાખવો નિર્ણય કર્યો છે અને ત્યાં સુધી બીજી જાહેરાત નો થાય ત્યાં સુધી ખેડુતોએ પોતાનો માલ યાર્ડમાં ઉતરાણ માટે લાવવો નહીં તેવી અપીલ કરી છે.

કેશોદ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદ તાલુકાના ખજાબ ગામે સર્વસંમતીથી ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરેલ છે. હાલની કોરોનાની મહામારીના સમયમાં કેશોદ તાલુકાના અજાબ ગામે વેપારી મંડળ તેમજ ગામના આગેવાનોએ સાથે મળીને નિર્ણય કરી અજાબ ગામ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનું નકકી કરવામાં આવેલ છે. જેમાં દુકાનનો સમય સવારના ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુઁધી રહેશે તેમજ બપોર પછી પ વાગ્યાથી ૮ વાગ્યા સુધી રહેશે તેવી ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગામમાં કોરોનાના કેસ વધુ પ્રમાણમાં હોવાથી તમામ લોકો માસ્ક ફરજીયાત પહેરવા એવી ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા ફરીથી નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી યથાવત રહેશે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ જીલ્લામાં કોરોના બેકાબુ બની ગયો છે ત્યારે આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા પ્રભારી મનીષા ચંદ્રા, જીલ્લા કલેકટર અને જીલ્લા એસપીની હાજરીમાં વેપારી એસોની મીટીંગ મળી હતી જેમાં શનિવાર અને રવિવાર બે દિવસ સંપૂર્ણ બંધ પાળવા તેમજ સોમવારથી શુક્રવાર સુધી આંશિક બંધ પાળવા વેપારીઓએ સહમતી દાખવી હતી.

આજે કલેકટર કચેરી ખાતે આયોજિત મીટીંગ અંગે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતીભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે મીટીંગમાં અનાજ-કરીયાણા, પાન, શાક માર્કેટ તેમજ સુગર મર્ચન્ટ, મેડીકલ સહિતના વેપારી એસોના પ્રતિનિધિઓ મીટીંગમાં હાજર રહ્યા હતા જે બેઠકમાં વેપારીઓએ શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવવા સહમતી દાખવી છે તેમજ સોમવારથી શુક્રવાર સુધી આંશિક લોકડાઉનમાં જોડાશે જેમાં વેપાર ધંધા બપોરે ર સુધી ચાલુ રાખશે અને બપોર બાદ દુકાનો બંધ રાખશે.

ટંકારા

(હષદરાય કંસારા દ્વારા) ટંકારા : કાલે શનીવારે ગુજરી બજાર બંધ રખાશે કોવીડ-૧૯ ની હાલની પરિસ્થિતિના કારણે સંક્રમણ રોકવા અટકાવવા માટે ટંકારાના સરપંચ તથા ગ્રામ પંચાયત દ્વારા આગામી શનીવારે  ગુજરી બઝાર બંધ રાખવામાં આવશે તો બહાર ગામથી આવતા ફેરિયાઓએ ચીજ વસ્તુઓ ના વેચાણ માટે આવે નહિ લોકોને પણ કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા જણાવેલ છે.

(11:34 am IST)