Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સોમનાથમાં દર્શનાર્થીઓનો ઘટાડો

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ,તા.૯ : વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ગત વરસના કોરોના સંક્રમણ વાતાવરણ પછી માંડ થાળે પડ્યું હતું અને નવેમ્બરઅ૨૦ સુધી યાત્રિકો-પ્રવાસીઓનો સડસડાટ વધારો થતો રહ્યો હતો પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી યાત્રિકોમાં દિન-પ્રતિદિન ઘટાડો-ઓટ આવી રહી છે. જેની અસર સોમનાથ મંદિર આસપાસ જુદા-જુદા ધંધા-ધાપા-અતિથી ગૃહો- ખાનગી ભોજનાલયો-૩૨ ઓપરેટરો વાહનો- ટેકસી વાળાઓની રોજગારી- આજીવીકા ઉપર ફટકો પાડ્યો છે.

 એપ્રીલ-૨૦૨૧માં સોમનાથ દર્શનાર્થી સંખ્યા : તા.૧ ૧૦૫૮૭, તા.૨ ૧૦૩૩૧, તા.૩ ૧૦૩૦૪, તા.૪ ૧૩૦૯૦, તા.૫ ૧૦૫૦૮, તા.૬ ૬૦૯૦, તા.૭ ૫૬૪૧

 માર્ચ ૨૦૨૧માં મહાશિવરાત્રી તા.૧૧-૧૨ માર્ચ ૮૯૬૫૪ અને હોળી ધૂળેટી તા. ૨૮-૨૯ માર્ચ ૫૧૩૬૩ દર્શનાર્થીઓએ રૂબરૂ સોમનાથ દર્શન કર્યા

 વર્ષ ૨૦૨૧ જાન્યુ. સમગ્ર માસ ૪ લાખ ૩૭ હજાર, ફેબ્રુ.૨૦૨૧માં ૪ લાખ ૭૭ હજાર ૨૯૬, માર્ચ ૨૦૨૧માં ૫, ૩૪, ૪૨૮ દર્શનાર્થીઓ શિવ દર્શન કરી ધન્ય બન્યા

 સોમનાથ આવતા પ્રત્યક્ષ દર્શનાર્થીઓમાં સુરત, અમદાવાદ, રાજકોટ, મુંબઇ અને સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોના શિવભકતોનો સમાવેશ થાય છે. પરંતુ હાલ તેઓના શહેર-પરિવારની સ્થિતી-સાવચેતી એન ભારત અને રાજ્યોના મોટાભાગના શહેરોમાં નાઇટ કર્ફયુ હોઇ કોઇને મન રાત્રી પહેલા પોતાને ગામ પહોંચવુ અનુકુળ કદાચ ન હોય, આર્થિક પરિસ્થિતી આવા કારણો સંભવીતતા કારણે આંશીક ટ્રેન વ્યવહાર- બસ વ્યવહાર ચાલુ હોવા છતાં યાત્રિકો-પ્રવાસીઓ ન આવતાં પ્રવાસન- સ્થળ સૂમસામ નજરે ચઢે છે.

(11:33 am IST)