Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ભાવનગરમાં કોરોનાએ એકનો ભોગ લીધો - ૮૪ કેસ : મોરબી ૩૭, ભાયાવદર ૩૫ : સૌરાષ્ટ્ર - કચ્છમાં કેસમાં સતત ઉછાળો

મહામારીના કેસમાં કુદકે ને ભૂસકે વધારો થતા લોકોમાં ભારે ભય : આરોગ્ય વિભાગમાં દોડધામ

તસ્વીરમાં ભાયાવદરમાં મિટીંગ મળી હતી તે નજરે પડે છે.

રાજકોટ તા. ૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોના મહામારીના કેસમાં કુદકે ને ભૂસકે વધારો થતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે અને આરોગ્ય વિભાગની ટીમોએ દોડધામ શરૂ કરી છે.

ભાવનગરમાં કોરોનાએ એકનો ભોગ લીધો છે. જ્યારે ૮૪ કેસ નોંધાયા છે. મોરબીમાં ૩૭, ભાયાવદરમાં ૩૫ કેસ સાથે કોરોના મહામારીએ માથું ઉંચકયું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામા નવા ૮૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૫૧૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૩૯ પુરૂષ અને ૨૨  સ્ત્રી મળી કુલ ૬૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં સિહોર તાલુકાના ગઢુલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, પાલીતાણા તાલુકાના આદપર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નવા રતનપર ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે ૨, તળાજા તાલુકાના હબુકવડ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના વાળુકડ(પા) ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, તળાજા તાલુકાના સરતાનપર ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના રાણીવાડા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના પાંચવડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ફુલસર ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૩ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જયારે પાલીતાણા તાલુકાના જુના સરોડ ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી જીલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે આજે પાંચ તાલુકામાં કોરોનાના નવા ૩૭ કેસો નોંધાયા છે જયારે ૨૩ દર્દી સ્વસ્થ થયા છે.

મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૪ કેસો જેમાં ૦૯ ગ્રામ્ય અને ૧૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૫ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૪ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, ટંકારા અને માળિયાના ૦૨-૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને કોરોનાના નવા ૩૭ કેસ નોંધાયા છે તો વધુ ૨૩ દર્દી સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૮૫૩ થયો છે જેમાં ૨૮૫ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૩૩૨૩ દર્દી સ્વસ્થ થયા છે.

ભાયાવદર

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર : ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં દરરોજ કોરોનાના કેસ વધતા ખળભળાટ મચી ગયો છે. ૩૫ વ્યકિતને કોરોનાના પોઝિટિવ આવેલ છે. અત્યાર સુધીમાં ૧૧૫ કુલ કેસ આવેલ છે. તમામને હોમ કોરોના કરેલ છે તેમાંથી અમુકને ધોરાજી વધુ લક્ષણો જણાય તેને દાખલ કરેલ છે. આજે પોલીસ તંત્ર કડક પગલા ભરવાનું ચાલુ કરેલ છે અને જે લોકો કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા નથી તેની સામે પગલા લેવાશે. નાના એવા ભાયાવદર શહેરમાં આટલા બધા ૧૧૫ કેસ આવતા હાહાકાર મચાવી દીધો છે. કોરોનાને કાબુમાં કરો નહિ તો ભયાનક પરિણામ આવશે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટમા પણ કોરોના ના કેસમાં વધારો થયો કાલે છ કેસ નોંધાયા હતા. છ કેસ નોંધાયા બે દિવસમાં બાર કેસ નોંધાયા હતા જયારે ખાનગી દવાખાને ઊભરાઇ રહયા છે તયા પણ ખાનગી દવાખાને જણાવ્યું હતું કે આજુબાજુ ના લોકો ૧૦૦ ઊપર આવી રહયા છે આરોગ્ય કેન્દ્રમા કાલે સોળ રેપિડ ટેસ્ટ કરવામાં ઼આવયા હતા જેમાં છ પોઝીટીવ કેસ નોંધાયા હતા આરોગ્ય વિભાગ જણાવ્યું હતું કે લોકોને માસક વગર બહાર ન નીકળવું સોશિયલ ટીસટન રાખવું તાવ સહિત જણાય તો આરોગ્ય કેન્દ્ર મા તપાસ કરવું જોઈએ અને જે કોઈને કોરોના દરદી એ બહાર ન નીકળવું જોઈએ ગયા વખતે પાંચ જેટલાના મોત થયા હતાં લોકો જો લોકો સાવચેતી નહિ રાખે તો વકરી રહયા છે. આપણા ગામમાં સાવચેતી રાખવા અપીલ કરી છે જો દુકાનદારો પણ મોઢે માસ્ક રાખવું જોઈએ સેનેટાઈજર રાખવું જોઈએ પોલીસ પણ કડક હાથે કામ કરે તો લોકો મોઢે માસ્ક વગર ના સામે કારવાઈ કરવી જોઈએ ઘણા લોકો હજુય મોઢે માસ્ક વગર રખડી રહયા છે જાણે કોરોના ભુલી ગયા છે તેમ રહયા છે કોરોના કેસમાં વધારો જોવા મળી રહે છે ખાનગી દવાખાને ભીડ જામી રહી છે દવાખાને ઊભરાઇ રહયા છે બીમારી ભરડો લોકો લઈ રહી છે સાવચેતી રાખવા અપીલ કરી છે.

(11:27 am IST)