Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું

કોડીનાર ભેંસો ચોરીમાં સાતની ધરપકડ

ચોરો પ્રોફેશનલ તસ્કરો નીકળ્યા : અન્ય ત્રણ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ

કોડીનાર તા.૯ : કોડીનારમાં ભેંસો ચોરાયાની નોંધાયેલી ફરીયાદ માં કોડીનાર પોલીસે ભેંસોની ચોરીમાં સંડોવાયેલા ૭ આરોપીઓને પકડી પાડતા કોડીનાર પોલીસને ભેંસો ચોરને પકડવા જતા જાણે બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેમ ભેંસ ચોરો પ્રોફેશનલ તસ્કરો નીકળતા ભેંસ ચોરો એ અન્ય ત્રણ તસ્કરીની કબૂલાત કરી હતી.

ઘાંટવડ ગામે ગત તા.૦૪/૦૪/૨૦૨૧ ખેતરના ઢાળીયામા માલઢોર બાધેલ જે ઢાળીયાના પાછળની બારીની બાજુમા આવેલ દરવાજાનો નકુશો કોઇએ ખોલ્લી અંદર પ્રવેશ કરી ઢાળીયામાથી બે ભેસો જીવ નંગ બે તથા પાડી જીવ નંગ એક તથા ખોળના બાચકા નંગ બે મળી કુલ કી.રૂ.૧,૫૭,૬૦૦/-ની કોઇ અજાણ્યા ઇસમોએ ટેમ્પોમા ભરી ચોરી કરી લઇ ગયા અંગે પી.આઈ.એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ તપાસ દરમિયાન હરમડીયા ઓપી ઇન્ચાર્જ એ.એસ.આઇ રણવીરભાઇ સાજણભાઇનાઓને બાતમી મુજબ ચોરીમાં ગયેલ એક ભેંસ તથા પાડી ઉના તાલુકાના સનખડા ગામે રહેતા મસરીભાઇ મોતીભાઇ વાઘેલાના ફળીયામાં બાંધેલ હોય તે આધારે સર્વેલન્સ સકવોડના પો.હેડ.કોન્સ. અભેસિંગભાઇ ભવાનભાઇ તથા પો.કોન્સ. ગોપાલસિંહ દિપસિંહ દ્વારા ફરીયાદીને સાથે રાખી દરોડા પાડતા ફરીયાદી એ ભેંસ તથા પાડીને ઓળખી બતાવતા આ અંગે મરસીભાઇ ની પૂછપરછ કરતા આ ભેસ તથા પાડી તેમણે ઉના તાલુકાના ઉમેજ ગામના સોહીલ ઉર્ફે છોટુભાઇ સંધી પાસેથી વેચાતી લીધેલાનું જણાવતા પોલીસે સોહીલ ઉર્ફે છોટુ ને પકડી પાડતા તેણે પુછપરછ દરમ્યાન જણાવેલ કે આ બે ભેંસો તથા એક પાડી નાંદરખ ગામના ભરતભાઇ ગોહિલ તથા ઘાંટવડ ગામના દિલીપ લાખાભાઇ લાલકીયા બન્ને પાસેથી વેચાતી લીધેલ હતી,તથા અન્ય એક ભેંસ ખાંભા તાલુકાના દલડી ગામે વેચેલ હોવાનું જણાવેલ.

આ ભેંસ દલડી ગામે મુકંદરભાઇ સંધી પાસેથી કબજે કરવામાં આવેલ. આમ તપાસ દરમ્યાન બન્ને ભેસો તથા પાડી કબજે કરવામાં આવેલ તથા ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ પૈકી દિલીપ લાખાભાઇ લાલકીયા દરબાર રહે.ઘાંટવડ તેમજ બીજા છ આરોપીઓ ભરતભાઇ ધરમશીભાઇ ગોહિલ રહે.નાંદરખ તથા અશ્વિનભાઇ મુળુભાઇ ગોહિલ રહે.પછવાડા તા.ઉના તથા વિપુલભાઇ મસરીભાઇ મકવાણા રહે.ઘાંટવડ વાળાને પૂછપરછ કરવામાં આવતા આરોપી દિલીપ લાખાભાઇ લાલકીયા રહે.ઘાંટવડ વાળાની પુછપરછ દરમ્યાન પોતે કરેલ અન્ય ત્રણ ચોરીઓની કબુલાત કરતા પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ ને રિમાન્ડ ની માંગ સાથે કોર્ટ માં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

(11:18 am IST)