Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગોંડલ : બોલેરો પાછળ ઘૂસી જતા અકસ્માતઃ ચાલક ગંભીર : તેલની રેલમ છેલ

ગોંડલ,તા. ૯: અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે સ્વસ્તિક ઓઇલ મીલ પાસે પંચર પડેલા બોરેલો પાછળ બોલેરો ધડાકાભેર દ્યુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ચાલક ગંભીર રીતે દ્યવાયો હતો ઘણીવાર સુધી ૧૦૮ ન પહોંચતા અન્ય એમ્બ્યુલન્સની મદદ લેવી પડી.

વિગતો મુજબ માંગરોળના ઈમરાન ભાઈ GJ10TT8648 માં તેલ ના ડબ્બા ભરી ગોંડલ નેશનલ હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પંચર પડતાં ટાયર બદલાવવાના કામે લાગ્યા હતા દરમિયાન માતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે દોડી આવી રહેલ GJ11VV0504 ના ચાલકે ધડાકાભેર બોલેરો પાછળ બોલેરો અથડાવતા સર્જાયેલા અકસ્માતમાં ઇમરાન ભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. આ સમગે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને શખ્સે ઉપર તેલના ભરેલા ડબા ઢોળાતા તેલની રેલમછેલ થઇ હતી.

આ તકે ગોંડલના પ્રેસ ફોટોગ્રાફર નરેન્દ્ર પટેલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હોય ત્વરિત ન્યુઝનું કામ પડતું મૂકી માનવ જિંદગી બચાવવા ૧૦૮ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો પરંતુ ૧૦૮ કંટ્રોલરૂમમાં સંચાલકોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોય પ્રેસ ફોટોગ્રાફરે અન્ય એમ્બ્યુલન્સને બોલાવી માનવતા મહેકાવી હતી.

(11:15 am IST)
  • ઇંગ્લેન્ડ : એડિનબર્ગના ડ્યુક, પ્રિન્સ ફિલિપ, જેમણે 73 વર્ષ પહેલા રાણી એલિઝાબેથ સાથે લગ્ન કર્યા હતા, તેમનું આજે સવારે વિન્ડસર કેસલ ખાતે નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. ઇંગ્લેન્ડમાં માતમ છવાયો access_time 4:58 pm IST

  • ભારતમાં અમેરીકી કંપની જોન્સન ઍન્ડ જોન્સન આગામી સમયમાં તેની સીંગલ શોર્ટ કોવિડ વેક્સીનની કલીનીકલ ટ્રાયલ શરૂ કરી દેશે access_time 3:55 pm IST

  • સુરતમાં બેકાબુ કોરોનાને કાબુમાં લેવા ભરચક્ક પ્રયાસો : આજથી ૭ દિવસ લારી-ગલ્લા બંધ રાખવા તંત્રનો મૌખિક આદેશ : સુરત મનપાની ટીમોએ દ્વારા તમામ ઝોનમાં ખાણી-પીણીની લારીઓ તેમજ પાનના ગલ્લાઓ બંધ કરાવવાની કામગીરી શરૃ કરી દીધી : વ્યસનીઓ દોડતા થયા.. access_time 6:24 pm IST