Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુપેડી શાળામાં ફાયર સેફટી ડેમો યોજાયો

ઉપલેટા : ડીઝાસ્ટાર મેનેજમેન્ટ અંતર્ગત સહજ ફાયર સર્વિસ લીમીટેડ રાજકોટના સહયોગથી સુપેડી પ્રાથમિક શાળાના પટાંગણમાં ફાયર સેફટી ડેમો યોજાયો હતો. જેમાં અચાનક આગ લાગતા કઇ રીતે તેને બુઝાવવી તેમજ કેવી રીતે કંટ્રોલ કરવી તેનો લાઇવ ડેમો આપવામાં આવેલ હતો. શાળાના તમામ સ્ટાફગણ અને એસએમસી ના સભ્યોએ આ ડેમો નિહાળેલ તેમજ ફાયર સેફટી રીફીલીંગ અંગેની માહિતી આપવામાં આવેલ હતી. રાજકોટની આવેલ ધ્રુવભાઇ મોટેરીયાએ આ ડેમોની માહિતી આપેલ હતી. બંને શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષક સ્ટાફગણ હાજર રહેલ હતા.(તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)

(11:14 am IST)