Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગોંડલના કેશવાળામાં ચોટીલા પંથકના રેડિયો કોલરવાળા સિંહનો ખેડૂત ઉપર હુમલો

તસ્વીરમાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવક નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ તા.૯ : ગોંડલ તાલુકાના કેશવાળાની સીમમાં સિંહે ખેડૂત ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત  માહિતી મુજબ ગોંડલ તાલુકાના કેશવાળા ગામે આજે સિંહે યુવક ઉપર હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં ગોંડલની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડેલ છે.ચોટીલા પંથકના અને રેડિયોકોલરવાળા સિંહે હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.

વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને સિંહના સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

(4:24 pm IST)