Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મોરબી જીલ્લામાં લોકડાઉન ભંગના ૩૮ કેસમાં ૮૬ શખ્સો સામે પોલીસ કાર્યવાહી

મોરબી,તા.૯ : મોરબી જીલ્લામાં લોકડાઉનની અમલવારી કરાવતી પોલીસ દ્વારા જાહેરનામાં ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં વધુ ૩૮ કેસમાં ૮૬ વ્યકિત સામે કાર્યવાહી કરાઈ છે.

મોરબી જીલ્લા પોલીસ દ્વારા જાહેરનામાં ભંગની કડક અમલવારી માટે સતત પેટ્રોલિંગ કરાય છે જેમાં એ ડીવીઝન પોલીસ દ્વારા ૬ કેસમાં ૨૬ સામે, બી ડીવીઝન પોલીસે ૩ કેસમાં ૧૫ સામે, મોરબી તાલુકા પોલીસે ૨ કેસમાં ૨ સામે કાર્યવાહી કરી છે જયારે વાંકાનેર સીટી પોલીસે ૧ કેસમાં ૭ સામે, વાંકાનેર તાલુકા પોલીસે ૧૩ કેસમાં ૧૪ સામે, માળીયા પોલીસે ત્રણ કેસમાં ૩ સામે, ટંકારા પોલીસે ૭ કેસમાં ૧૩ સામે અને હળવદ પોલીસે ૩ કેસમાં ૬ સામે કાર્યવાહી કરી છે.

(1:34 pm IST)