Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સુરેન્દ્રનગરમાં ફાટકમાં ઓવરલોડ ભરેલ મગફળીનો ટ્રક ફસાયોઃ

વઢવાણઃ સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડ ઉપર રોજના અનેક મોટા વાહનો અને ખાસ કરીને માલવાહક વાહનો રાજકોટ તરફ અથવા તો સુરેન્દ્રનગર આવતા વાહનો પસાર થયા કરે છે ત્યારે ગણપતિ ફાસ્ટર પાસે રેલવે વિભાગ દ્વારા ફાટક મૂકવામાં આવ્યો છે. રેલવેના પાટા ઉપરથી અવરલોડ વજન ભરીને પસાર થતાં વાહનો આગળ ન જઈ શકે તે માટે નિશ્યિત લોખંડની એંગલો ફિટ કરવામાં આવી છે ત્યારે ગઇકાલે વઢવાણ તરફથી આવતો ટ્રક મગફળી ભરીને રાજકોટ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ટ્રકમાં ઓવરલોડ મગફળી હોવાના કારણે આ ટ્રક ફાટક પાસે સલવાયો હતો.આ ટ્રક ફાટક માં સલવાતા કલાકો સુધી ટ્રાફિક જામ આ રોડ ઉપર સર્જાયો હતો પોલીસ દોડી આવી હતી અને ટ્રકમાં ભરેલી મગફળી ઓછી કરીને ત્યારબાદ ટ્રકને આ ફાટક પાર કરાવી અને આ ટ્રકને એક બાજુ ખસેડવામાં આવ્યો હતો.(

(1:11 pm IST)