Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જામનગરમાં એકસરસાઇઝ એન.સી.સી. યોગદાન :

જામનગર : વિશ્વ આખુ જયારે કોરોનાની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે સંરક્ષણ મંત્રાલયના નિર્દેશાનુસાર જામનગરવાસીઓના સ્વાસ્થ્યની સુરક્ષા હેતુ એન.સી.સી. કેડેટ્સને શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાની જાળવણી હેતુ એકસરસાઇઝ એન.સી.સી. યોગદાન અંતર્ગત ર૭ એન.સી.સી.  બટાલીયનમાં તાલીમ આપવામાં આવી હતી. જામનગર અને દ્વારકા જિલ્લાના નોડલ ઓફીસર ૮ ગુજરાત એન.સી.સી. નેવલ યુનિટ કમાન્ડીંગ ઓફીસર, લેફટનન્ટ કમાન્ડર ચંદ્રેશ મિતલે એન.સી.સી. સીનિયર વિંગના કુલ ૮૦ બોયસ અને ગર્લ્સ કેડેટસને માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમમાં પી.આઇ. અને એએનઓ સ્ટાફ દ્વારા પણ કોરોનાથી બચવા સાવધાનીના પગલા જેવા કે ર૦ સેકન્ડ સુધી હાથ ધોવા, માસ્ક પહેરવું, સ્વયંની સલામતીનું ધ્યાન રાખવું, કાયદો વ્યવસ્થા જાળવવામાં સીવીલ એડમીનીસ્ટ્રેશન કઇ રીતે મદદરૂપ થવું વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જામનગર પોલીસ સાથે ટ્રાફીક અને કાયદાની વ્યવસ્થામાં તેમજ ફૂડ પેકેટ પેકીંગ અને તેના વિતરણ જેવી કામગીરીની દેખરેખમાં એન.સી.સી. કેડેટસ સહભાગી બનશે. આ તાલીમમાં એન.સી.સી. કેડેટસ સહભાગી બનશે. આ તાલીમમાં એન.સી.સી. કેડેટસને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમ્યાન એલ.આઇ.બી. પી.આઇ. એસ.એન. સાટી એ એન.સી.સી. કેડેટસને જુદા જુદા પોલીસ વિસ્તારમાં કયાં કયાં સ્થળોએ ફરજ બજાવવાની છે અને કઇ રીતે કામગીરી કરવાની છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.(

(1:08 pm IST)