Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ડ્રોન કેમેરાની બાઝ નજરમાં

જામનગર એસઓજી બી ડીવી.એલસીબી દ્વારા ૪૪ શખ્સોને ટહેલતા ઝડપી લીધા

જામનગર તા. ૯  હાલમાં પ્રવર્તતી કોરોના વાઇરસની મહામારીને કારણે ૧૪૪ મી કલમ હેઠળ ૪ થી વધુ વ્યકિતઓને જાહેર સ્થળે દુકાન-રસ્તા પર કે શેરી - ગલીમાં એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલ છે.

આ જાહેરનામાની કડક અમલ વારી કરવા માટે પોલીસ અધિક્ષક શરદ સિંઘલ એસઓજીના ઇન્સ. કે. એલ. ગાધે, એલસીબી ઇન્સ્પેકટર કે. કે. ગોહેલ તથા બી. ડીવીઝન પોલીસ ઇન્સ. જે. વી. રાઠોડને  કડક સુચના આપી ડ્રોન કેમેરાની મદદથી પોત પોતાના વિસ્તારમાં નજર રાખી લોકડાઉન તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેર નામાના ભંગ બદલ પગલા લેવા સુચના આપી હતી.

આ સુચનાને પગલે જામનગર એસઓજી એ. લીલવાડી, કૌશલનગર, ઉમીયાનગર ગેઇટ સામે આંટાફેરા કરવા કુલ ૧ર ઇસમોને ઝડપી લઇ તેમના વિરૂધ્ધ લોકડાઉન ભંગના પગલા લેવાયા છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. શ્રી કે. એલ. ગાધે તથા પો.સ. ઇ. વી.કે. ગઢવી તથા એસ. ઓ.જી. સ્ટાફના એ. એસ. આઇ. મહેશભાઇ સવાણી, હિતેષભાઇ ચાવડા, જ્ઞાનદેવસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. બશીરભાઇ મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, હિતેષભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, મયુદીન સૈયદ, રમેશભાઇ ચાવડા, અરજણભાઇ કોડીયાતર, દિનેશભાઇ સાગઠીયા, રાયદેભાઇ ગાગીયા તથા પો. કોન્સ. દોલતસિંહ જાડેજા, સોયબભાઇ મકવા, સંજયભાઇ પરમાર, રવિભાઇ બુજડ, લાલુભા જાડેજા, પો. કો. પ્રીયંકાબેન ગઢીયા તથા ડ્રા. પો. કોન્સ. દયારામભાઇ ત્રિવેદી, સહદેવસિંહ ચૌહાણે કરી હતી.

સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા નિતી નિયમોને પાલન કરી પોલીસ સહકાર આપવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

એલસીબી પોલીસ સ્ટેશન

જયારે એલસીબી પોલીસ સ્ટેશન દ્વારા ડ્રોન કેમેરા દ્વારા રણમલ તળાવ, હર્ષદ મીલની ચાલી, દિગ્વીજય પ્લોટ ગ્રીન સીટી  પાસેથી તેમજ રણજીતનગર પટેલ સમાજ ચોકમાં લોકડાઉનનો ભંગ કરતા ૧૩ ઇસમોને ઝડપી ૧ર વાહનો ડીટેઇન કર્યા હતાં.

આ કામગીરી પો. ઇન્સ. ગોહેલના માર્ગદર્શન હેઠળ પો. ઇન્સ. ગોજીયા, જયુભા ઝાલા, અશ્વિનભાઇ ગંધા, સંજયસિંહ વાળા,  દિલીપ તલવાડીયા, ભરતભાઇ પટેલ, હરપાલસિંહ સોઢા, ફીરોઝભાઇ દલ, શરદભાઇ પરમાર, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજાએ કરી હતી.

જયારે બી. ડીવી. પોલીસ સ્ટેશન દ્વારા માટેલ ચોક, ગુલાબનગર, નવાગામ ઘેડ, બંડેશ્વર કબ્રસ્તાન પાસેથી ડ્રોન કેમેરાની મદદથી ૧૮ શખ્સોને લોકડાઉનના ભંગ બદલ પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. જે. વી. રાઠોડ તથા પો.સબ. ઇન્સ. કે. વી. ચૌધરી, પોલીસ હેડ કોન્સ. રાજેશભાઇ વેગડ, રવીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, અમીતભાઇ ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવા, જયપાલભાઇ હેરભા તથા અજયભાઇ સોલંકી તથા રમેશભાઇ હેરભાએ કરી હતી.

(1:07 pm IST)