Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

''શત્રુ યે અદ્રશ્ય હૈ, વિનાશ ઈશ્કા લક્ષ્ય હૈ, કર ન ભૂલ ન તું જરા ભી મત નિકલ મત નિકલ''

જુનાગઢના DYSP પ્રદિપસિંહ જાડેજા દ્વારા નકારાત્મક મેસેજનો મુકાબલોઃ હજ્જારો વોટસએપ ગ્રુપમાં પોઝીટીવ મેસેજોની સરવાણી

'બે વઝહ ઘર સે નિકલને કી જરૂરત કયા હૈ, મૌત સે આંખ મિલાને કી જરૂરત કયા હૈ'

રાજકોટ તા.૯: ''શત્રુ યે અદ્રશ્ય હૈ, વિનાશ ઈશ્કા લક્ષ્ય હૈ, કર ન ભૂલ ન તું તું જરા ભી મત નિકલ મત નિકલ'' કવી હરિવંશરાય બચ્ચનની પ્રચલીત પંકિત હોય કે પછી ગુલઝાર સાહેબની ખૂબ જ જાણીતી  કવિતાની  પંકિત 'બે વઝહ ઘર સે નિકલને કી જરૂરત કયા  હૈ, મૌત સે આંખ મિલાને કી જરૂરત કયા હૈ' આવી હ્રદય સોસરવી ઉતરી જાય તેવી  પંકિતઓ  કોઇ જાણીતા કવિ નહિં, પરંતુ જુનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા હજ્જારો લોકોના  બનાવાયેલ  વોટ્સએપ ગ્રુપ દ્વારા પ્રસરાવી કાયદાના કડક અમલ સાથે લોકોને ખુબ જ સારી રીતે પ્રેમથી સમજાવી ઘરમાં રહેવા કરવામાં આવતી અપીલની પોસ્ટો ગુજરાતભરમાં વાયરલ બનવા સાથે  તેમના પર  અવિરત અભિનંદન વર્ષી રહ્યા છે.

ઉકત બાબતે જુનાગઢના  ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ  અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે  વડોદરા શહેર કોમી સંવેદનશીલ દ્રષ્ટિએ ખુબ જ સંવેદનશીલ છે. ખુબ જ નાની બાબતોમાં કોમી તોફાનો પ્રજવલીત થાય છે.  આવા તોફાનો ડામવા પોલીસ રાત દિવસ  ઝઝુમતી હોય છે ત્યારે  સોશ્યલ મિડીયામાં કેટલાક  નકારાત્મક  અને ગુન્હાહીત  માનસીકતા  ધરાવતા લોકો મોટે પાયે નકારાત્મક પોસ્ટો મુકી  પોલીસના પ્રયાસો પર  પાણી ફેરવતા હતા તેના મુકાબલે સકારાત્મક વિચારો  પ્રસરાવતી પોસ્ટો મુકવાનો વિચાર  જે તે સમયે આવેલ અને  મને હર્ષ છે કે  તે બાબત ખૂબ જ સફળ નિવડતા ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ તથા એસપી સૌરભસિંઘ સાથે ચર્ચા કરવા સાથે વિશાળ શુભેચ્છકો અને  મિત્રો સાથે પરામર્શ કરી તમામનો સાથ લઇ વોટસએપ પર ચોંટદાર પંકિતઓ મુકી નકારાત્મક સામે સકારાત્મક યુધ્ધ શરૂ કરેલ. જેને ખૂબ જ સફળતા સાંપડી છે.

(11:52 am IST)