Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ભાવનગરમાં કોરોનો વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનનો ભંગ કરતા ૩૨૪૪ શખ્સો સામે ૩૧૨૫ ગુન્હાઓ દાખલઃ ૬૪૯૫ વાહનો ડીટેઇન

ભાવનગર, તા.૯: વર્તમાન સંજોગોમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને અંકુશમાં રાખવા ભારત સરકાર દ્વારા ૨૧ દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે લોકડાઉનનો કડક અમલ થાય તે હેતુથી શહેર તથા ગામડાના લોકોને દ્યરની બહાર ન નિકળવા સૂચના આપવામાં આવેલ છે તેમ છતાં અમુક લોકો દ્વારા બિનજરૂરી ઘરની બહાર નિકળી, સોસાયટી, શેરી તથા દ્યરની બહાર ઓટલાઓ પર બેસી રહી, સોસાયટીના કોમન પ્લોટમાં તથા કંમ્પાઉન્ડ વોલના મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી એકઠા થઇ, લોકડાઉનની કડક અમલવારી દરમ્યાન કોઇપણ ટ્રાવેલ્સવાળા, ખાણીપીણી, ફ્રુટવેર, હાર્ડવેર, ટેઇલર, કટલેરી, ચા, પાન-માવા, ટાયર પંચર, બાકડે બેઠેલા તથા કોઇપણ કારણ વગર રોડ ઉપર લટાર મારી ઠઠ્ઠા મશ્કરી કરી જાહેરનામાંનો ભંગ કરવા બદલ પોલીસ વિભાગ દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

જાહેરનામાંના ભંગ બદલ ભાવનગર રેન્જના ભાવનગર, અમરેલી તથા બોટાદમાં IPC- ૧૮૮ મુજબ-૨૦૦૧ ગુના દાખલ કરી-૨૦૬૩ આરોપીઓની અટક કરવામાં આવેલ છે (જેમાં ભાવનગરમાં ૫૮૦-ગુના, આરોપી-૬૪૨, અમરેલીમાં ૧૧૦૨ ગુન્હા, આરોપી-૮૬૯ તથા બોટાદમાં ૩૧૯-ગુન્હા, આરોપી-૫૫૨), હોમ કોરોન્ટાઇનના ભંગ બદલ થયેલ IPC ૨૬૯, ૨૭૦, ૨૭૧ અને The Epidemic Disease Act.૨૦૦૫ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ – ૮૨૬ ગુન્હા દાખલ કરી ૭૩૬ આરોપીઓની અટક કરવામાં આવેલ છે (જેમાં ભાવનગરમાં ૪૭૧-ગુના, આરોપી-૫૭૧, અમરેલીમાં ૩૩૧ ગુન્હા, આરોપી-૧૨૭ તથા બોટાદમાં ૨૪-ગુન્હા, આરોપી-૩૮), સોશ્યલ મિડીયામાં અફવા ફેલાવનાર ૧૧ ગુન્હા દાખલ કરી ૯ આરોપીઓની અટક કરવામાં આવેલ છે (જેમાં ભાવનગરમાં ૪-ગુના, આરોપી-૪, અમરેલીમાં ૨ ગુન્હા, આરોપી-૧ તથા બોટાદમાં ૫-ગુન્હા, આરોપી-૪), ડ્રોન કેમેરા દ્વારા ૨૮૭ કેસો કરી ૪૩૬ આરોપીઓની અટક કરવામાં આવેલ છે (જેમાં ભાવનગરમાં ૧૬૩-ગુના, આરોપી-૧૮૮, અમરેલીમાં ૧૧૩ ગુન્હા, આરોપી-૧૮૪ તથા બોટાદમાં ૧૧-ગુન્હા, આરોપી-૬૪) પ્સ્ખ્ણૂદ્દ – ૨૦૭ મુજબ – ૬૪૯૫ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે(જેમાં ભાવનગર-૨૬૨૬, અમરેલી-૩૦૨૮ તથા બોટાદમાં ૮૪૧ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

(11:50 am IST)