Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

લોકડાઉનમાં ફસાયેલા પિતા વગર ગમતું ન હોઇ માલિયાસણમાં લીલી ઝેર પી ગઇ

યુવતિના પિતા મધ્યપ્રદેશ લોૈકિકે ગયા ને લોકડાઉન થતાં ત્યાં જ રહી ગયા

તાકીદની સારવારથી બચી જતાં રજા અપાઇ

રાજકોટ તા. ૯: લોકડાઉનમાં અનેક લોકો પોતાના સ્વજનોથી અલગ પડીને અલગ-અલગ પંથકોમાં ફસાઇ ગયા છે. આવા જ કારણોસર માલિયાસણમાં એક યુવતિએ ઝેરી દવા પી લેતાં સારવાર લેવી પડી હતી.

માલિયાસણમાં ખેરડી રોડ પર આવેલી પ્રાગજીભાઇ પાનસુરીયાની વાડીમાં રહી મુળ મધ્યપ્રદેશના ભુરાભાઇ અજનાર તથા તેના પત્નિ અને સંતાનો મજૂરી કરે છે. કોરોનાને કારણે લોકડાઉન જાહેર થયું તેના બે દિવસ પહેલા જ ભુરાભાઇ વતનમાં સગાનું મરણ થયું હોઇ લોૈકિકે ગયા હતાં. તેઓ પરત આવી ન શકતાં અને ત્યાં જ ફસાઇ રહેતાં અહિ માતા, ભાઇ-ભાંડરડા સાથે રહેતી પુત્રી લીલી (ઉ.વ.૧૮)ને પિતા ભુરાભાઇ વગર ગમતું ન હોઇ તેના કારણે તેણીએ સાંજે વાડીએ ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે  કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. લીલીને તાકીદની સારવાર મળી જતાં બચી ગઇ હતી અને મોડી રાતે રજા અપાઇ હતી.

(11:51 am IST)