Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

૧૫ એપ્રિલ બાદ લોકડાઉન લંબાય તો

વીછીંયામાં ફરજ પર તૈનાત સરકારી કર્મચારીઓને ઉમિયા શૈક્ષણિક સંકુલે કરી ભોજન વ્યવસ્થા

વિંછીયા તા.૯ : હાલ કોરોના વાયરસથી દેશભરમાં લોકડાઉન છે. કોરોનાનો કહેર જોતા લોકડાઉનની સમય મર્યાદા વધી શકે છે તેવા સમયે જો તા.૧૫-૪-૨૦૨૦ થી સરકાર દ્વારા લોકડાઉનમાં વધારો કરાય તો તા.૧૫-૪ થી જાનની બાજી લગાવી ફરજમાં તૈનાત સર્વ સેવાકર્મીઓને બપોરના ભોજનની વ્યવસ્થા કરવાની ઉમિયા શૈક્ષણિક સંકુલના પ્રમુખ ભૂપતભાઇ સુંદરભાઇ કેરાળીયાએ જાહેરાત કરી હોવાની યાદી જણાવે છે.

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ વિંછીયામાં પોતાની જાનની અને પરિવારની પરવા કર્યા વિના મામલતદાર વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને જીઇબી વિભાગના કર્મીઓ ફરજ બજાવે છે. તેઓ માટે તા.૧૫-૪ થી જમવાની વ્યવસ્થા ઉમિયા શૈક્ષણિક સંકુલમાં વિંછીયાથી ૩ કિમી દૂર બોટાદ રોડ પર કરાઇ છે. જે જે કર્મચારીઓ જમવા માંગતા હોય તેમણે મામલતદાર કચેરી સાંબડભાઇ, જીઇબી કચેરી ચાવડા સાહેબ, પોલીસ સ્ટેશન સ્ટાફ વિક્રમસિંહ ગોહિલ, આરોગ્ય વિભાગ નટુભાઇ ગામીતનો સંપર્ક કરી પાસ મેળવી લેવા એક યાદીમાં જણાવેલ છે. વધુ વિગત માટે ઉમિયા શૈક્ષણિક સંકુલ પ્રમુખ ભુપતભાઇ કેરાળીયા મો. ૯૪૨૭૫ ૦૫૧૫૧ ઉપર સંપર્ક કરવો.

(11:49 am IST)