Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવાના સરકારના નિર્ણયને આવકારતા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ

બાબરા,તા.૯:ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની વિડિયો કોન્ફરન્સિંગ કેબિનેટ બેઠક મા રાજયના મધ્યમ વર્ગીય પરિવારોને એટલે કે એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનો જથ્થો આપવામાં આવશે જેનાથી રાજયના ૩.૪૦ લાખ કાર્ડ ધારકો એટલે ત્રણ કરોડથી વધુ મધ્યમ વર્ગીય લોકોને આનો લાભ મળશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે કોરોના વાયરસની મહામારી વચ્ચે લોક ડાઉનની પરિસ્થિતિમાં રાજયમાં રહેતા સૌ કોઈ લોકોને અનાજ મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. દેશભરના તમામ રાજયોમાં આ મુજબનો નિર્ણય કરનાર ગુજરાત પ્રથમ રાજય છે એપીએલ-૧ કાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત અનાજ મળતું ન હતું ફકત ખાંડ અને મીઠું મળતું હતું એવા ૬૦ લાખથી વધુ એપીએલ-૧ આ કાર્ડ ધારકોને કુટુંબ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે

કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે લોક ડાઉનલોડ ની પરિસ્થિતિમાં ગરીબો, શ્રમજીવીઓ, અન્ય પ્રાંત અને રાજયના શ્રમિકો કે જેવો રેશનકાર્ડ ધરાવતા નથી. એમને પણ અન્ન બ્રહ્મ યોજના હેઠળ પ્રવર્તમાન સ્થિતિમાં અનાજ આપવાના નિર્ણય બાદ રાજયના મધ્યમ વર્ગીય પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવાનો આ નિર્ણય સરાહનીય છે, આવકારદાયક છે.

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ કેબિનેટના તમામ મંત્રીઓ અને સરકારને રાજયના મધ્યમ વર્ગીય પરિવારો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર માનું છું.

(11:52 am IST)