Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજ્યના તમામ કાર્ડ ધારકોને મફત અનાજ આપવાની રજુઆત સફળ

ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરેલ

 સાવરકુંડલા,તા.૯:ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા ઙ્ગતમામ રેશનકાર્ડ ધારકોને અનાજ મળવાની રજુઆત કરી હતી તે રજુઆત રંગ લાવી.

ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા જે રેશનકાર્ડ ધારકોને NFSA કાર્ડ ન હતા તેમને દુકાન દ્વારા અનાજ આપવામાં આવેલ ન હતું તેમજ જે લોકો ના રેશનકાર્ડ બંધ હતા અને જે લોકોને રેશનીંગ મળતું ન હતું તેઓને આપતકાલીન સમય ને અનુલક્ષી ને મુખ્યમંત્રી શ્રી અને પુરવઠા ના મંત્રી શ્રી તા.૦૩/૦૪/૨૦૨૦ ના રોજ ધારદાર રજુઆત કરવામાં આવેલ જે રજૂઆત ને સરકાર શ્રી એ યોગ્ય માની ને ગ્રાહ્ય રાખી અને અંતે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ની રજુઆત આ લોકડાઉન માં મધ્યમ અને ગરીબ લોકો નો જે રોટલો છીનવાયો છે તેવા લોકો ને રાહત મળે તેવી રજુઆત રંગ લાવી આજ રોજ સરકારે જાહેરાત કરવામાં આવી હતી કે જે રેશનકાર્ડ ધારકોને NFSA કાર્ડ નથી તેવા તમામ કાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા અને ૧ કિલો દાળ વિગેરે મળશે અને આ વસ્તુ તમામ વિનામૂલ્ય જે તે રેશનકાર્ડ ધારકોની રેશનીંગ ફાળવણી થતી દુકાને થી રેશનીંગ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

(11:51 am IST)