Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ઉપલેટાના પડવલાની સીમમાં જુગાર રમતા ૫ શખ્સો રૂ.૫.૫૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ઉપલેટા તા.૯ : ઉપલેટાના પડવલાની સીમમાં જુગાર રમતા પ શખ્સો રૂ.પ.પપ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા છે.

આ કાર્યવાહી ભાયાવદર પીએસઆઇ આર.જે. ચાવડાએ કરી હતી. જયંતી ઉર્ફે જેનુ મોહન, રમેશ ડાયા પરમાર, આમદ કાસમ નોઇડા, હનીફ મામદ નોઇડા (રહે. પડવાલા) સલીમ ઓસમાણ હીંગોરા, (રહે. ઉપલેટા)ની ધરપકડ કરી હતી.

ઉપલેટામાં જાહેરનામાનો ભંગ કરનારા વધુ ૧૩ સહિત અત્યાર સુધીમાં ૯૦ તથા ભાયાવદરમાં ૮ શખ્સો સામે ગુન્હો દાખલ કરાયો છે.

(11:41 am IST)