Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

બે વેપારીની અટકાયત કરાતા વાંકાનેરના અનાજ-કીરાણાના વેપારીઓની હડતાલ

પો.ઈન્સ.રાઠોડ કહે છે, સોશ્યલ ડિસ્ટન્સ નહી જળવાતા પોલીસ ટ્રાફિક કાર્યવાહી કરી રહી છેઃ વેપારીઓ ગ્રાહકોને સંભાળે કે નિયમોઃ મહત્વનો સવાલઃ કલેકટર સુધી રજૂઆત

 વાંકાનેર તા. ૯: ગઇકાલે વાંકાનેર પોલીસ દ્વારા (આવશ્યક સેવા) કરીયાણાના વેપારીઓ પૈકી કેટલાક  વેપારીઓનીી ગેરકાયદેસર ધરપકડો કરાતા આ પોલિસ અતિરેક સામે આજે સવાર થી જ શહેરના કરીયાણાના વેપારીઓએ  હડતાલ પાડી.

 કરીયાણા એસોસિએશનના પ્રમુખ વિનુભાઇ કોટકે આ અગે જણાવેલ કે  વાંકાનેર કરીયાણા ેસો.ના તમામ વેપારીઓ   હાલની  કોરોનાગ્રસ્ત માહોલમાં ઈમાનદારી  થી, વ્યાજબી ભાવે  આનજ- કરીયાણુ લોકોને પુરૂ પાડી રહ્યા છે ત્યારે તા.૮ સવારે અગીયારેક વાગ્યે  ચાવડી ચોકમાં કરીયાણાની દુકાન ધરાવતા હસુભાઇ પાસે ઉભેલા ગ્રાહકો સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવતા હોવાથી  તેઓની ધરપકડ કરેલ હતી. પરંતુ ગ્રાહકો  દુકાન પાસે કરેલા કુંડાળા પાસે ધોમ ધખતો તડકો હોઇ, ગ્રાહકો છાંયડે દુકાન પાસે ઉભા હતા. તે જ રીતે મર્કેટચોકમાં કરીયાણાની દુકાન ધરાવતા રમઝાન અલી   ખોજા  ઉ.વ.૬૫ની પણ અટકાયત કરી. જાહેરનામા ભંગનો કેસ બંન્ને પર દાખલ કરી સાંજના ચાર વાગ્યા સુધી રાખેલ હતા.

તે બાબતની જાણ વાંકાનેર  કીરાણાના મર્ચન્ટ એસો.ના હોદ્દેદારોને  થતા તેઓ પોલીસ સ્ટેશને જઇ ઉગ્ર રજૂઆત  કરતા બંન્ને વેપારીઓને જામીન મુકત કરેલ હતા. બાદમાં કરીયાણા  એસો.ની મીટીંગ  મળેલ અને ઉપરોકત અતિરેકસભર  વર્તનના વિરોધમાં આજથી  અચોક્કસ મુદ્દત  સુધી આવશ્યક સેવા એટલે કે સજ્જડ બંધ રાખેલ છે.

આ બાબતે  મોરબી જીલ્લા કલેકટરને  જાણ કરવામાં આવી છે. અને જ્યાં સુધી પોલીસ દ્વારા અતિરેક થશે ત્યાં સુધી વાંકાનેરના કોઇ પણ કરીયાણાના વેપારીઓ દુકાનો ખોલશે નહિ. પોલિસ અધિકારી પી.આઇ. રાઠોડને  આ અંગે પુછતા તેઓએ જણાવેલ કે કે સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતુ હોઇ આ કાર્યવાહી કરેલ છે. જેના સામે વાંકાનેરના પત્રકારોએ પોલિસ અધિકારીને જણાવેલ કે વાંકાનેરના વેપારીનો ઈમાનદારી પોલિસને  શીરે રહે છે. વેપારીઓ ગ્રાહકોને  વસ્તુ સાથે ? કે પછી સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા દુકાન બહાર જઇ તે કરે? ટ્રાફિકની જવાબદારી પોલીસની જ રહે છે.

(11:41 am IST)
  • અનંત મુકેશભાઈ અંબાણીનો જન્મદિન : પરિમલ નથવાણીએ અભિનંદન આપ્યા : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના યુવા સંચાલક શ્રી અનંત અંબાણીનો જન્મદિવસ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીનીયર ગ્રુપ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણીએ મોડીરાત્રે ટ્વીટ કરી ભગવાન દ્વારકાધીશના આર્શીવાદ સતત વરસતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. access_time 1:07 pm IST

  • દાહોદમાં કોરોનાનો પ્રથમ કેસ : 9 વર્ષની બાળકીનો રીપોર્ટ પોઝીટીવ: પરીવાર ઈન્દોરથી આવ્યો હતો: 5 સભ્યોના સેમ્પલ લેવાયા હતા: 4 રીપોર્ટ નેગેટીવ access_time 9:16 pm IST

  • અમેરીકામાં કોરોનાની ૧૦ દવાની કલીનીકલ ટ્રાયલ ચાલુઃ ટ્રમ્પ : ઝડપભેર પ્રસરી રહેલ કોરોના વાયરસને ઝડપભેર નાથવા અમેરીકાના વહીવટી તંત્રે અભૂતપૂર્વ પ્રયાસો હાથ ધરાયા હોવાનું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે રસી કે દવા વગર વિશ્વમાં ૮૮,૫૦૦ લોકોના જીવ ગયા છે અને ૧૫ લાખને કોરોના લાગુ પડયો છે access_time 4:17 pm IST