Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગૌરીદડ પાસેથી ૧ હજારથી વધુ કબજે લેવાયેલ ચણાની દાળની બેગનો બેચમાર્ક રાજયભરમાં એક જ હોવાનો ઘટસ્ફોટઃ મોટુ કૌભાંડ

રાજકોટમાં કયા દુકાનદારને ત્યાં જથ્થો ગયો તે પૂરવાર કરવુ મુશ્કેલઃ તાલુકા મામલતદારને તપાસ સોપાઇ

રાજકોટ તા. ૯ : રાજકોટ નજીક ગૌરીદડના નાલામાંથી રેશનીંગ દુકાનો ઉપર અપાતી ચણાની દાળની ૧૦૩૬ ખાલી બેગ પડી હોવાના ફોન બાદ કલેકટરે ટીમો દોડાવી થેલીઓ કબજે કરાવી હતી, સીટીપ્રાંત ચરણસિંહ ગોહીલ અને પુરવઠાના ઇન્સ્પેકટરો કિરીટસિંહ ઝાલા દોડી ગયા હતા.

દરમિયાન પુરવઠાની તપાસમાં એવું બહાર આવ્યું છે કે હાલ સસ્તા અનાજની દુકાનો ઉપરથી અપાતી ચણાનીદાળની બેગનો બેચમાર્ક નંબર અને કબજે લેવાયેલ બેગનો બેચમાર્ક નંબર એકજ છે, એટલું જ નહી રાજ્યભરમાં પણ આ એક જ બેચ નંબર હોવાનું ખુલ્યું છે.

પરીણામે રાજકોટમાં કયા દુકાનદારને ત્યા આ જથ્થો ગયો તે પૂરવાર કરવુ મુશ્કેલ રૂપ બની ગયું છે, આમ છતા તાલુકા મામલતદાર શ્રી કથીરીયાને તપાસ સોંપાઇ છે. તેમની ટીમે ગૌરીદડ આસપાસની દુકાનોમાં તપાસનો ધમધમાટ હાથ ધયો છે.

(11:40 am IST)