Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મામલતદારનો આવકાર દાયક નિર્ણય

ધોરાજીમાં દુધ શાકભાજી અનાજ કરીયાણા ખરીદીના ફીકસ નિયમ કરાયા

શાકભાજીની દુકાનો લારી સવારે ૮ થી ૧૨ સુધીજ ખુલી રહેશે : દૂધની સપ્લાય માટે સવારે ૬ થી ૧૦ સાંજે ૬ થી ૮નો સમય : અનાજ કરીયાણા માટે સવારે ૮ થી ૧૧ સુધી જ સમય

ધોરાજી,તા.૯ :  ધોરાજીમાં જાણે સરકારી તંત્રને પોલીસનો કોઇ જ મેળ ન હોય તેવુ જાહેરમાં જોવા મળ્યું છે ધોરાજીના ડેપ્યુટી કલેકટરે કરિયાણાની દુકાન ખુલ્લી રાખવા માટે નો સમય પહેલા નક્કી કર્યો હતો મેડિકલ ખુલ્લી રાખવા નો વિવાદ સર્જાયો હતો અને દૂધ શાકભાજી અંગે પણ કોઈ સમય નક્કી જ હતું બાદ પોલીસ પણ ડેપ્યુટી કલેકટરે જે સમય નક્કી કર્યો હોય એમાં પણ વારંવાર દુકાન બંધ કરાવતી હતી તેવું પણ જોવા મળ્યું હતું અને અનેક ક્ષેત્રોમાં વિવાદ પણ સર્જાયા હતા બાદ ધોરાજીના મામલતદાર ફરી પરિપત્ર બહાર પાડી નવો સમય નક્કી કર્યો છે તો ધોરાજીના ડેપ્યુટી કલેકટર મામલતદાર અને પોલીસ આ ત્રણેય નું જાણે કોઈ સંકલન ન હોય તેઓ જાહેરમાં જોવા મળ્યું છે

ધોરાજીના ડેપ્યુટી કલેકટરે આ બાબતે ખાસ બેઠક યોજી તમામ વેપારીઓને પાસ ઇસ્યુ કર્યા છે ત્યારબાદ ધોરાજીના મામલતદાર કચેરી ખાતે દૂધ, શાકભાજી અને કરિયાણાની દુકાનોના સમયપત્રક ને લઈ ધોરાજી મામલતદાર કે. ટી. જોલાપરા એ એક બેઠક યોજી નવા હુકમ મુજબ તા.૯/૪/૨૦ ગુરૂવાર થી દૂધ મેળવવા અને સપ્લાય માટે સવારે ૬ થી ૧૦ અને સાંજે ૬ થી ૮ સુધી ખુલ્લી રાખી શકશે

શાકભાજી માટે સવારે ૮ થી ૧૨ સુધી જ ખુલ્લી રાખી રાખી શકાશે અને અનાજ કરિયાણા માટે સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે તેમ ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરાએ સમયપત્રક નિયત કરવામાં આવ્યું છે.

(11:39 am IST)