Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ઉપલેટામાં લોકડાઉનની વધુ કડક અમલવારી સાથે રાજમાર્ગો ઉપર પોલીસ અધિકારીઓનું પોલીસ કાફલા સાથે ફુટ પેટ્રોલીંગ

 ઉપલેટા, તા. ૧૦ : ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓનો વ્યાપ વધતા તેની ગંભીરતા લઇને જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની કડક સુચનાથી આજથી અહીંના ઇન્ચાર્જ પી.આઇ. વી.એમ. લગારીયાએ લોકડાઉનની કડક અમલવારી આજથી શરૂ કરી છે. આજે સવારે ૧૦-૩૦ વાગ્યે તેઓને પોલીસ વાહનો અને પોલીસ સ્ટાફ સાથે ગાંધી ચોકથી રાજમાર્ગ બાવલા ચોકથી બસ સ્ટેન્ડ ચોક સુધી ફુટ પેટ્રોલીંગ કરેલ અને તમામ ફુટ અનાજ કિરાણા શાકભાજી સહિતના ધંધાર્થીઓને કડક સુચનાઓ આપેલ સાથે સાથે સોશ્યલ ડીસ્ટન જાળવવા માર્ગદર્શન આપેલ હતું તેમજ આજે કારણ વગર વાહન લઇને નિકળેલા લોકોના વાહન ડીટેઇન સહિત જાહેરનામાના ભંગના કેસો કરેલા હતાં.

(11:37 am IST)