Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

લોકડાઉનમાં પણ જુગારીયાઓ લત્ત છોડતા નથી...

રાજકોટ જીલ્લામાં જુગારના બે દરોડામાં ૧૦ પતાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા

ભાયાવદરના પડવલા અને પાટણવાવના મોટીમારડમાં જૂગારના દરોડા

રાજકોટ તા. ૯ :.. કોરાના વાયરસને સંક્રમણને અટકાવવા રાજયમાં લોકડાઉન અમલમાં હોવા છતાં જૂગારીયાઓ જૂગારની લત છોડતા ન હોય તેમ જીલ્લામાં અલગ અલગ બે સ્થળે  જૂગાર રમતા ૧૦ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડામાં ભાયાવદર પડવલા ગામે જયંતીલાલ ઉર્ફે જેનો મોહનભાઇ પટેલના ઘરે જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ આર. કે.ચાવડા તથા સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા મકાન માલીક (૧) જયંતીલાલ ઉર્ફે જેનો મોહનભાઇ બરોચીયા રહે. પડવલા (ર) રમેશ ડાયાભાઇ પરમાર રહે. ખીરસરા તા. ઉપલેટા (૩) આમદ કાસમભાઇ નોઇડા રહે. ખીરસરા (૪) હનીફ મામદભાઇ નોઇડા રહે. ખીરસરા તથા સલીમ ઓસમાણભાઇ હીંગોરા રહે. ઉપલેટા અશ્વિન ચોકને રોકડા રૂ. ૧ર,૮ર૦ મોબાઇલ નં. પ, તથા બાઇક-કાર મળી કુલ પ.પપ લાખના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં મોટીમારડ ગામે નાનીયાવદરની સીમમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પાટણવાવ પીએસઆઇ વાય. બી. રાણાની સુચનાથી હેડ કો. એમ. વી. સુવા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા (૧) હરેશ ઉર્ફે ગબ્બર ત્રિકમભાઇ વડાલીયા (ર) હરજી ભીમાભાઇ પંચાળા, (૩) સુરેશ વાઘજીભાઇ સોલંકી, (૪) સામજી ધરમશીભાઇ ડાભી, તથા (પ) સંજય દાયજીભાઇ પાનેસરા, રે. તમામ મોટીમારડને રોકડ રૂ. ૧૮૩૮૦ અને મોબાઇલ નંગ ૪ મળી કુલ રપ૩૮૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:36 am IST)