Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જામનગરઃ સુમેર કલબની સેવાયજ્ઞાનું નિરીક્ષણ કરતા સાંસદ માડમ

જામનગરઃ કોરોનાના કહેર સામે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા,જામનગરની સુમેર સ્પોર્ટસ કલબ દ્વારા સરાહનીય આયોજન થયુ છે ત્યારે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ તે સેવાયજ્ઞનું કેબીનેટ મંત્રી આર.સી.ફળદુજી સાથે નિરીક્ષણ કરીને વિગતો મેળવી હતી અને જરૂરીયાતમંદોને કીટ વિતરણ કર્યુ હતુ તેમજ સુમેર સ્પોર્ટસ કલબના પ્રમુખ શ્રી રાજુભાઇ શેઠ સહિત જહેમત ઉઠાવનાર સૌ હોદેદારોની સેવાકીય પ્રવૃતિને સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએઙ્ગ બિરદાવીને આઙ્ગ સેવાને પ્રેરણારૂપ ગણાવીઙ્ગ હતી.

(11:32 am IST)