Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કચ્છઃ માંડવીની ૩૦ વર્ષીય મહિલાને કોરોનાના જેવા લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ

માધાપરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ૯ જણના સેમ્પલો મોકલાયા

ભુજ,તા.૯: કચ્છમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓને કારણે તંત્ર સતત એલર્ટ છે. ગઈકાલે માંડવીની ૩૦ વર્ષીય મહિલાને કોરોના જેવા લક્ષણો જણાતાં તેને સારવાર માટે ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરી તેના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે.

કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે ગઈકાલે કુલ ૧૦ જણના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. જેમાં એક સેમ્પલ શંકાસ્પદ મહિલા દર્દીનું છે. જયારે અન્ય નવ સેમ્પલ માધાપરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ વ્યકિતઓના છે. કચ્છમાં અત્યારે બે પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જયારે અન્ય ૨૨ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

(11:01 am IST)