Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગોંડલમાં જૂની સરકારી હોસ્પિટલની બાજુમાં અજાણ્યા યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

યુવકે ઝાડ પર આપઘાત કર્યો : પોલીસ ઘટના સ્થળે પહોંચી

ગોંડલ જૂની સરકારી હોસ્પિટલની બાજુમાં એક યુવકએ આપઘાત કર્યો છે આ યુવકે ઝાડ ઉપર ગળાફાંસો ખાય આપઘાત કર્યો છે આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે

 બ્લોક હેલ્થ ઓફિસની બાજુમાં રાજાશાહી યુગના ખંઢેર ઈમારતના ગ્રાઉન્ડમાં અજાણ્યા યુવકે ઝાડ પર લટકીને ગળાફાંસો ખાદ્યો છે
માનવ સેવા ટ્રસ્ટ ના પ્રફલભાઈ રાજ્યગુરુ અને ફાયર સ્ટાફ ઘટના સ્થળે પોહચી મૃતક ને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાઈ છે મૃતક અજાણ્યા યુવકની ઉમર આશરે 20 વર્ષની હોવાની વિગતો .બહાર આવી છે

(10:10 pm IST)