Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સૌરાષ્ટ્રના ૧૪ ગુન્હામાં ૧૦ વર્ષથી વોન્ટેડ નારૂનો ટંકારા પોલીસે કબ્જો લીધો

 મોરબી તા. ૯:  ટંકારા પોલીસે દસ વર્ષથી સૌરાષ્ટ્રના જુદા જુદા ૧૪ ગુન્હામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપીને મધ્યસ્થ જેલમાંથી કબજો મેળવી પુછતાછ હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનારાજવાઘેલા અને ડીવાયએસપી બન્ને જોશીના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ એ. બી. જાડેજા, પી. જે. પરમાર, સી. ડી. કલોતરા અને વિક્રમ કૂગસીયાએ મધ્ય પ્રદેશ રાજયની આગર માલવા જેલ ખાતેથી કબ્જો મેળવી ટંકારા પોલીસ મથકના ફર્સ્ટ ગુ. નં. ૭૬/ર૦૦૯ આઇપીસી કલમ ૪પ૭,૩૮૦,૧૧૪ મુજબની ગુન્હામાં છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી નારૂ ઉર્ફે નરવતસિંગ હાકમસિંગ વાસકલા રહે. અલગારીખાડા ફળીયું મધ્ય પ્રદેશ વાળાને અટક કરી ટંકારા પોલીસ મથક, પડધરી, મોરબી સીટી એમ જુદા જુદા પોલીસ મથકના ૧૪ ગુન્હામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:58 pm IST)