Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

વિંછીયા નજીક વાડીમાં જુગારના હાટડા પર એલસીબી ત્રાટકીઃ ૨.૩૭ લાખના મુદ્દામાલ સાથે ૬ પકડાયા

એલસીબીની ઈન્ચાર્જ પીઆઈ એચ.એ. જાડેજા તથા એસઓજીના પીએસઆઈ વી.એમ. લગારીયાનો દરોડો

રાજકોટઃ વિંછીયાના મોટા હડમતીયા ગામથી છાસીયા ગામ તરફ જતા રોડ પર વિરજીભાઈ શીવાભાઈ જાડા રહે. મોટા હડમતીયાની કબ્જા-ભોગવટા દેખરેખની વાડીના મકાનમાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.એ. જાડેજા તથા એસઓજીના પીએસઆઈ વી.એમ. લગારીયાની ટીમે રેડ કરી જુગાર રમતા ૬ શખ્સોને રોકડ રૂ. ૧,૬૫,૯૦૦ તથા મોબાઈલ, ત્રણ બાઈક મળી કુલ ૨.૩૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વિંછીયા પોલીસને હવાલે કર્યા હતા.

(3:58 pm IST)