Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

બેંક ઓફ ઇન્ડિયામાં પટ્ટાવાળાએ તિજોરીમાંથી ૩૫ લાખ કાઢી લીધા

 જામનગર તા. ૯ : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજવીરસિંઘ યશપાલસિંઘ તોમર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–૧–૧૯ ના રોજ તથા તે પહેલા કોઈ પણ સમયે આશીષ મનહરલાલ બુઘ્ધભટ્ટી, બેન્ક ઓફ ઈન્ડીયામા પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હોય અને બેન્કની તિજોરી માંથી કોઈ પણ રીતે રોકડા રૂ. ૩પ,૦૦,૦૦૦ (પાત્રીસ લાખ) કાઢી લઈ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

પાણખાણ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરાયું

સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઈમ્તીયાઝ હનીફભાઈ મકરાણી એ ફરીયાદ નોંધાવી છે કે, ઉદ્યોગનગર પાણખાણ શેરી નં.૧ માં ફરીયાદી ઈમ્તીયાઝભાઈએ પોતાનું કાળા કલરનું હીરોહોન્ડા સ્પેલેન્ડર મોટરસાયકલ રજી.નં.જી.જે.–૧૦–એલ.– પ૭૯રનું મોડલ વર્ષ ૧૯૯૯નું કિંમત રૂ.૧૦,૦૦૦નું પોતાના ઘર પાસે પાર્ક કરેલ હતું.

સગીરાને ભગાડી

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિજયાબેન રાજેશભાઈ નથુભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૩–૧૯ના ફરીયાદીની સગીર વયની દિકરી પોતાના સ્વભાવના કારણે ઘર કામેના ઠપકો આપતા અગાઉ બે ત્રણ વાર ઘરેથી ભાગી ગયેલ હતી આ વખતે પણ ઘરકમનો ઠપકો આપતા ઘરેથી કોઈને કહ્યા વગર ભાગી ગયેલ હોય અથવા ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી ભાગડી લઈ જઈ ગુનો કરેલ છે.

રસોઈ બનાવતી વખતે દાઝી જતા પરણીતાનું મોત

અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનનાં રણજીતસિંહ બ.નં. ૭૩૭૪ એ સીટી ભસીભ પોલસી સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સોનુબેન આરીફભાઈ ખફી, ઉ.વ.ર૮, રે. ઢીચડા રોડ, વાયુનગર, જામનગરાવાળા ગઈ તા.૧૦–૩–૧૯ ના પોતાના ઘરે સાસરીયામાં રસોઈ બનાવતી વખતે કપડામાં આગ લાગતા શરીરે દાઝી જતા પ્રથમ સારવાર જામનગરની જી.જી.હોસ્પિટલમાં કરાવ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર દરમ્યાન તા.૧૭–૩–૧૯ ના  રોજ મરણ ગયેલ છે.

ઢીચડા રોડ ઉપર કોહવાય ગયેલ લાશ મળી આવી

વિષ્નુસુરી સુરેન્દ્રન ઈઝવા એ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૮–૪–૧૯ ઢીચડા રીંગ રોડ, મેરામણ પરમારના પ્લોટીંગમાં સુરેન્દ્ર નાનુ ઈઝવા ની લાશ કોહવાય ગયેલી મળી આવતા કોઈપણ અકાળ કારણસર મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

(3:58 pm IST)