Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પ્રકોપ યથાવત

મહત્તમ તાપમાનનો પારો ૪ર ડિગ્રી નજીક પહોંચતા અંગ દઝાડતો તાપ

રાજકોટ તા. ૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે.

બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છ.ે

રાજયમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થઇ રહ્યો છ.ે કાલે શહેરમાં મહત્તમ તાપમાન ૪૧.પ ડિગ્રી રહ્યું હતું. હિટવેવ માટેની ચેતવણીથી લોકો સાવચેત થઇ ગયા છે.

હવામાન વિભાગનું કહેવું છે. કે, હિટવેવના કારણે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા સૌથી વધુ અસર રહેશે. તીવ્ર ગરમીના પરિણામ સ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઇ રહી છે બપોરના ગાળામાં લોકો ઘરની  બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઇ ગયા છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪ર ડિગ્રિ સુધી પહોંચી શકે છે.

સુરેન્દ્રનગર

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે મહત્તમ તાપમાન ૪ર.૩ ડિગ્રી અને ન્યુનતમ રપ.ર ડિગ્રી રહ્યું હતું. ગઇકાલ કરતા આજે બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

જુનાગઢ

જુનાગઢઃ અહીં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અને લઘુતમ ર૩.૧ ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ પણ ઉંચુ જોવા મળ્યું હતું.

રાજકોટ

રાજકોટઃ શહેરમાં એક દોઢ ડિગ્રી જેટલુ મહત્તમ તાપમાન ઘટયું હતુ. અને ૪૧.૩ ડિગ્રી નોંધાયું હતું. જયારે ન્યુનત્તમ તાપમાન ર૪.પ ડિગ્રી નોંધાયું છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થવાની સંભાવના છે.

જામનગર

જામનગરઃ શહેરનું આજનું હવામાન ૩૭ મહત્તમ, રર.૭ લઘુતમ, ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.

(3:52 pm IST)