Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કચ્છના લાકડીયામાં જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ

રાજકોટઃ કચ્છ-ભુજ જિલ્લાના ભચાઉ પાસે લાકડીયા ગામે જાગૃતોની વિચારગોષ્ઠી સાથે અંધશ્રદ્વા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. જાગૃતોના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી ૨૧મી સદીમાં અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદ બંધ કરવા સાથે વરસાદના વરતારા બંધ કરવાથી સમાજ-રાષ્ટ્રને કશું જ નુકશાન થવાનુ નથી તેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિક ચમત્કારો સ્થળ પર નિદર્શન કરી શીખડાવી  દેવામાં આવ્યા હતા. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્વતિથી ઉદઘાટન ગામ આગેવાન વિરમજી સોલંકી, બદ્રશભાઇ દવે, જનકભાઇ સોની, રણજીતસિંહ વાઘેલા હસ્તે કરવામાં આવ્યું હતું. ગામના નિવૃત પોસ્ટ માસ્તર રાજપુત રણજીતસિંહ વાઘેલાએ સ્વાગત પ્રવચન કરી જાથાની કામગીરી સમાજ માટે લોકોપયોગી ગણાવી સહકારની વાત દોહરાવી હતી. સોની આગેવાન જનકભાઇ સોની ગામના આગેવાનો મોબુજી સોલંકી, મહિપતસિંહ સોલંકી, બાબુલાલ શાહ, કાંતિલાલ ઝાલા, દ્રુપદભાઇ વ્યાસ, પિયુષભાઇ રાવલ, બાબુભાઇ દેસાઇ, શામજીભાઇ ભગત, દિક્ષિતકુમાર સોની, રણજીતસિંહ વાઘેલા, જનકભાઇ સોની, પ્રવાસીઓએ હાજરી આપી હતી. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯)એ બૌદ્વિકોના પ્રશ્નોના ઉત્તરો આપેલ. વર્ષા પરિસંવાદો વર્તમાન સમયમાં અપ્રસ્તુત, અતાર્કિક હોય કાયમી બંધ કરવા અપીલ કરી હતી.

(3:44 pm IST)