Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

રાણાવાવમાં અલ્ટો કારમાં વિદેશી દારૂ સાથે ખીમા મોઢવાડીયા ઝડપાયો

કાર માંથી 72 નગ દારૂની બોટલ સહીત 1,52 લાખનો મુદામાલ જપ્ત

પોરબંદરઃપોરબંદર જિલ્લાના રાણાવાવમાં અલ્ટો કારમાં વિદેશી દારૂ સાથે ખીમા મોઢવાડીયા ઝડપાયો છે લોકસભા સામાન્ય ચૂંટણી  સંદર્ભે  જિલ્લામાં દારૂની બદ્દી નાબુદ કરવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સુચના મુજબ એસઓજી પીઆઇ પી.ડી.દરજી તથા એલસીબી પીઆઇ  એચ.એન.ચુડાસમા સ્ટાફ સાથે સંયુક્ત પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અલ્ટો કારમાંથી વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી.

    એલસીબી અને એસઓજીના સ્ટાફ સાથે સંયુક્ત પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન એસઓજીના હેડ કોન્સ,કિશનભાઇ ગોરાણીયા તથા પીસી વિજયભાઇ જોષીને મળેલી બાતમીના આધારે રાણાવાવ સ્ટેશન પ્લોટ રામાપીરના મંદિર પાસે ચોકમાં ખીમા લાખા મોઢવાડીયા (ઉંમર 55)ને અલ્ટો કાર નંબર GJ 13 CC 2976 કિંમત રૂપિયા 1,25,000માં ઇગ્લીશ દારુ ભરેલા બોક્સ નંગ-6 કુલ બોટલ નંગ-72 કિંમત રૂપિયા 27,000 સાથે પકડી પાડી સદર દારૂ બાબતે પુછતા આ દારૂ સવદાસ ગીગા રાતીયા તથા ભરત ગીગા રાતીયાને આપી ગયેલા હોવાનું જણાવતા તમામ વિરૂદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો રજીસ્ટર કરાવેલો છે.

(1:51 pm IST)