Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

વાંકાનેર ટીડીઓ કચેરીમાં તોડફોડ-એટ્રોસીટી કેસમાં ધારાસભ્ય જાવેદ પીરઝાદા સહિત ૫ની ધરપકડ બાદ જામીન ઉપર છૂટકારો

મોરબી-વાંકાનેર, તા. ૯ :. મોરબી જિલ્લાના વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય જાવેદ પીરઝાદા સહિત પાંચ વ્યકિતઓની સરકારી મિલ્કતને નુકશાન અને એટ્રોસીટીના ગુન્હામાં ધરપકડ બાદ જામીન ઉપર છૂટકારો થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૧૨માં વાંકાનેર તાલુકાના તીથવા ગામના પાણીના પ્રશ્ને ધારાસભ્ય જાવેદ પીરઝાદા, તાલુકા પંચાયતના પ્રમુખના પતિ તથા તે સમયના સરપંચ સહિતની આગેવાનીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

આ સમયે ટીડીઓ કચેરીને ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ સમયે જાવેદ પીરઝાદા સહિતના સામે પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ પ્રકરણ ઉપર સ્ટે લાવવામાં આવ્યો હતો. આ સ્ટે ઉઠી જતા આજે વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય જાવેદ પીરઝાદા સહિતના પાંચેય વ્યકિતઓ વાંકાનેર પોલીસ સ્ટેશને આગોતરા જામીન અરજી લઈને હાજર થયા હતા.

જેથી વાંકાનેર પોલીસે તેઓની ધરપકડ કર્યા બાદ આગોતરા જામીનના કારણે તેઓને જામીન મુકત કરવામાં આવ્યા હતા.

(12:22 pm IST)