Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ઉપલેટા-ધોરાજી તાલુકાના ખેડૂતો દ્વારા ધરણા અને દેખાવોઃ પાકવિમાની માંગ

ઉપલેટા તા.૯: ર૦૧૮-૧૯ના વર્ષમાં અનિયમીત અને અપુરતા વરસાદ પડવાથી ખરીફ પાક મગફળી અને કપાસનો પાક સાવ નિષ્ફળ ગયેલ છે. સરકારે ઉપલેટા અને ધોરાજી તાલુકાના અસરગ્રસ્ત જાહેર કરેલ છે.

આ તાલુકાઓના ખરીફ પાકનું ધીરાણ લેનારા ખેડુતોએ પાકવિમાનું પ્રિમીયમ ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ તો વિમા કંપનીએ રપ ટકા મુજબ પાકવિમો તાત્કાલીક ધોરણે ચુકવવો જોઇએ રિલાયન્સ એગ્રી ઇન્સ્યોરન્સ કંપનીએ ધોરાજીઉપલેટા અને પડધરી ત્રણ રાજકોટ જીલ્લાના તાલુકાઓને મગફળીના પાકવિમાથી બાકાત કરી દીધા છે તેના આ નિર્ણયથી ખેડુતોને મોટાપાયે અન્યાય કર્યો છે. ચોમેરથી ખેડુતો  દ્વારા પાકવિમો આપોની માંગ ઉઠી છે. ઉપલેટા ધોરાજી તાલુકાના ખેડુતોનું ગુજરાત કિશાન સભા દ્વારા ધરણા દેખાવો આંદોલન આજરોજ ઉપલેટાના બાપુના બાવલા ચોકમાં કરેલ. આ કાર્યક્રમમાં બન્ને તાલુકાના ખેડુેતો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને પાકવિમો આપોની ઉગ્ર માંગ કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત કિશાનસભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરા, લખમણભાઇ પાનેરા, દિનેશભાઇ કંટારીયા, કારાભાઇ બારૈયા, કાનગડ સાહેબની આગેવાનીમાં બન્ને શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(2:35 pm IST)